છોટાઉદેપુર: આદિવાસી સમાજ દ્વારા વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં દસ હજાર કરતા પણ વધારે આદિવાસીઓ જોડાયા હતા. પારંપરિક શસ્ત્રો અને વાજિંત્રો સાથે આદિવાસીઓ હાજર રહ્યા હતા. આ વિરોધ રેલીમાં રાઠવા કોળી, કોળી, કોલચા જાતિને STમાં નહિ ગણવાને લઇને હાઇકોર્ટમાં થયેલી રીટનો વિરોધ કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાતિના યોજાયેલી આદિવાસી સમાજની રેલીમાંભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા, માજી સાંસદ રામસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ જશું રાઠવા, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, MLA  સુખરામ રાઠવા એક મંચ પર જોવા મળ્યા હતા.


અમદાવાદ: ક્રાઇમ બાન્ચની ટીમ અંતે શિવમ અને વૃષ્ટિને લઇને અમદાવાદ પહોંચી
  
ભાજપ કાર્યાલય પટાંગણમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વિરોધ રેલી 10 હજાર કરતા વધારે આદિવાસીઓ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું. આગામી 14 અને 15મી નવેમબરના રોજ છોટાઉદેપુર જીલ્લા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.


જુઓ LIVE TV :