સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા, જામનગર,કચ્છ અને પોરબંદર ધણધણ્યા
સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પોરબંદર નજીક 7, જામનગરના લાલપુરમાં 2 અને કચ્છમાં ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. જો કે ભૂકંપના આંચકાથી શહેરમાં જાન માલનું કોઇ નુકસાન નથી થયું. જામનગર અને પોરબંદરમાં 2.4થી 1.7ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો.
રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પોરબંદર નજીક 7, જામનગરના લાલપુરમાં 2 અને કચ્છમાં ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. જો કે ભૂકંપના આંચકાથી શહેરમાં જાન માલનું કોઇ નુકસાન નથી થયું. જામનગર અને પોરબંદરમાં 2.4થી 1.7ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો.
બાળકો માટે માતા-પિતાના ઝગડામાં ગયો મામાનો જીવ, પારિવારિક ઝગડો બન્યો લોહિયાળ
અત્રે ઉલ્લેખનીય છે કે, 16 જુલાઇએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રાજકોટતી આશરે 22 કિલોમીટર દુર ભૂકંપનુ કેન્દ્રબિંદુ હોવાનું જણાયું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આશરે 4 સેકન્ડ સુધી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube