નીતિન ગોહેલ/ભાવનગર : ભાવનગરના મહુવામાં માઈનિંગનો વિવાદ વકર્યો હતો. માઈનિંગના વિરોધ માટે એકઠાં થયેલાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહુવાના તલ્લી અને ભાભર ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ દ્વારા થતા માઈનીંગનો વિરોધ કરવા આજે ગ્રામજનો સ્થળ પર ગયા હતા, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલોસે લોકોને અટકાવવા ટિયર ગેસના સેલ છોડ્યા અને હળવો લાઠી ચાર્જ કર્યો હતો. તો ઉષ્કેરાયેલા લોકોનાં ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ પ્રસંગે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે મહુવાના તલ્લી, ભાભર ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની માઈનિંગ કરે છે. જેને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આજે વિરોધ વધતા પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાથે જ ભીડને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કર્યો હતો. જો કે એકઠાં થયેલા લોકોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. 


દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગના વિરોધમાં 10 ગામના ખેડૂતોએ મોટી સંખ્યા વિશાળ રેલી યોજી હતી.ખેડૂત આગેવાન કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં વિરોધ કરવા જતાં હતાં તે વેળાએ ખેડૂત અને પોલીસ વચ્ચે મામલો બીચક્યો હતો. પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા.