ચેતન પટેલ/સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં એક અજીબોગરીબ ઘટના બની હતી. ત્રીજા માળેથી પટકાતા 10 મહિનાના બાળકનું મોત નિપજ્યું છે. સોમવારે સાંજે આ ઘટના બની હતી. જેમાં અપેક્ષા નગરમાં આવેલ એક ઘરમાં પલંગ પાસે ગ્રીલ વગરની બારી હતી. 10 મહિનાનો જયેશ પાટીલ નામનો બાળક પલંગ પર હતો, ત્યારે બારી પાસે અચાનક તેનું સંતુલન ગયું હતું, અને જયેશ ત્રીજા માળેથી તે નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળક જયેશનું મોત નિપજ્યું છે. પાંડેસરા પોલીસે આ મામલે અકસ્માતની નોંધ કરી તપાસ આરંભી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :