વડોદરાઃ  ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આ બાળકી જિંદગી સામેનો જંગ હારી છે. દુષ્કર્મના આઠમાં દિવસે બાળકીનું મોત થયું છે. ડોક્ટરોએ બાળકીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા, પરંતુ આજે સાંજે બાળકીએ જીવ ગુમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયામાં એક 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી નાખ્યા હતા. આ બાળકીની છેલ્લા આઠ દિવસથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેની સ્થિતિ ગંભીર હતી. પરંતુ હવે આ બાળકી જીવન સામેનો જંગ હારી ગઈ છે. બાળકીનું આજે સારવાર દરમિયાન નિધન થયું છે. 


બાળકીને આવ્યો કાર્ડિયાક એરેસ્ટ
ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો. તેની 10 વર્ષીય બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીને આજે બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 કલાકે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ
પ્રાપ્ત વિગત અનુસાર બાળકીને છેલ્લા બે દિવસની અંદર ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું.. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બાળકી બાળરોગ વિભાગમાં દાખલ હતી જ્યાં તેની બે વખત સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ આ બાળકી ભાનમાં આવી નહોતી.



માતાપિતાની ચૂપ રહેવાની સજા બાળકીએ ભોગવી
દુષ્કર્મની ઘટના બાદ આજે ચોથો દિવસ છે અને બાળકીની બે-બે સર્જરી થઈ હોવા છતાં પણ તેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. પરંતું આ ઘટનાના સૌથી મોટા આરોપી દીકરીના માતાપિતા છે. બાળકી સાથે એક મહિના પહેલા જ આ નરાધમે દુષ્કર્મ આચર્યુ હતું, જેની જાણ બાળકીએ તેના માતાપિતાને કરી હતી. પરંતું માતાપિતાએ આબરુ જવાની બીકે કોઈ પગલા ન લીધા, આ કારણે હેવાનની હિંમત ખૂલી અને તેણે બીજીવાર આવું કૃત્ય કર્યું. જો માતાપિતા ચૂપ ન રહ્યા હોય તો બાળકી આજે તેમના આંગણે હસતી રમતી હોત. 


આરોપીની વિકૃત માનસિકતા
ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ કેસમાં પોલીસને આરોપીના ઘરેથી તે સળિયો પણ મળી આવ્યો છે. સળિયાને કારણે બાળકીના ગુપ્તાંગ, યુટ્રસ, સ્ટૂલ એરિયા, મોટા આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વિજય પાસવાને એક સપ્તાહ પહેલા પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.