Loksabha Election 2024: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું આંદોલન હજું ઠંડું પડ્યું નથી. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને નહીં, હવે ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી ટાણે જ કપડવંડ ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જી હો...ક્ષત્રિય સમાજનું અપમાન થતાં 100 કાર્યકરો ભાજપ છોડ્યાનો ખુલાસો થયો છે. તૂટતી કોંગ્રેસ વચ્ચે કપડવંડમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસનો પંજો પકડતા ભળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપને ગામડાઓનો વિરોધ ભારે પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષક ધારે તો શું ન કરી શકે..? અઘરા વિષયો સરળતાથી ભણાવવા શિક્ષકે ગોત્યો ગજબનો જુગાડ


કપડવંજમાં ભાજપને ઝટકો વધુ એક ઝટકો લાગ્યો છે. છીપડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પંચાયત સદસ્ય, કિશાન મોરચાના અધ્યક્ષ તેમજ ખેડૂત આગેવાનો સહિત 100 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે. તેમનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કરી ખેસ પહેરાવ્યો હતો. ક્ષત્રિય સમાજનું અપમાન થતાં ભાજપ છોડ્યાનો ખુલાસો જગદીશસિંહ ઝાલાએ કર્યો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે. 



આ ગુજરાતી કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવ્યા લાખોપતિ, એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 8 લાખ


ઉલ્લેખનીય છે કે, આગામી રવિવારે બપોર પછી રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહા સંમલેન યોજાશે. આ સંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની ધરતી ક્ષત્રિય સમાજના સંમલેનથી ગુંજી ઉઠશે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવા તૈયાર નથી. રૂપાલાની ટિકિટ રદ થાય તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપનું સ્ટેન્ડ ક્લિયર છે કે રાજકોટ બેઠકથી ઉમેદવાર નહીં બદલવામાં આવે.


અમદાવાદમાં હવે લોકોને સિગ્નલ પર ફૂવારાથી ઠંડા કરાશે, ક્યાં લગાવવામાં આવ્યો આ ફુવારો?



બીજી બાજુ પાટણ ખાતે ત્રણ જિલ્લાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. આ ક્ષત્રિય અસ્મિત સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું--ક્ષત્રિય આંદોલન ધીમું પડ્યું નથી. હવે ગુજરાતની તમામ 26 સીટ પર 100-100 ઉમેદવારી પત્રો ભરાવવા જોઈએ. દશરથબાનું કહેવું છે કે ક્ષત્રિય સમાજમાંથી 5 મહિલાઓને પ્રધાનમંત્રી મોદીને મળવા દિલ્લી મોકલવામાં આવે. ક્ષત્રિય સમાજ ક્યારેય પાછી પાની કરશે નહીં. ધીરે ધીરે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વધી રહ્યું છે. 


ગુજરાતમાં પાટીલ કરતા પણ આગળ નીકળી ગયા ભાજપના આ ઉમેદવાર, આપ્યો 500 પારનો નારો!