હાર્દિક દીક્ષિત, વડોદરાઃ ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મથી ચર્ચામાં આવેલા બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરવા દરમિયાન અનેક સવાલોનો જવાબ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર ફાઇલ્સ મુદ્દે કરી દિલની વાત
કશ્મીરી પંડિતોની વેદનાથી ભરેલી ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મએ દેશ અને દુનિયામાં ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે આ ફિલ્મને લઈને નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે અમારા શુભેછકોએ ફિલ્મનો કોઈ વિરોધ કર્યો નથી. કશ્મીર ફાઈલ્સમાં અમે મુસ્લિમ શબ્દનો ક્યાંય પણ ઉપયોગ કર્યો નથી. આ ફિલ્મમાં અમારે ફક્ત હિંદુઓની પીડા બતાવવાની હતી. બાકી ફિલ્મોમાં આતંકીઓને બિચારા બતાવવામાં આવે છે. જે લોકોએ અમારી ફિલ્મનો વિરોધ કર્યો તેમને જ અમારી ફિલ્મને સફળતા અપાવી છે. 


આ પણ વાંચોઃ રાજકોટના યુવા શિક્ષકે એક રૂપિયાના સિક્કા કરતા પણ ઓછા વજનની હનુમાન ચાલીસા બનાવી


ઓસ્કાર પર આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
હાલ ફિલ્મ જગતમાં ઓસ્કારનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઓસ્કર મળવાનો મતલબ આપની પાસે ખિસ્સામાં 100 કરોડ રૂપિયા હોવા જોઈએ. અમેરિકામાં દારૂની પાર્ટી યોજી લોબિંગ કરવું પડે ત્યારે ઓસ્કર મળે છે. બેશક અમારી ફિલ્મને ભારતમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો પરંતુ અમને ઓસ્કર ન મળવા બદલ કોઈ દુઃખ નથી. 10 વર્ષ બાદ કોઈ ઓસ્કરને યાદ નહિ રાખે કશ્મીર ફાઇલ્સને યાદ રાખશે.


ઓટીટી પ્લેટફોર્મ પર બોલ્યા વિવેક અગ્નિહોત્રી
તો સાથે જ હાલ દેશ અને દુનિયા ના દર્શકોમાં OTT પ્લેટફોર્મનું ચલણ ખૂબ જોરશોરમાં વધી રહ્યું છે. ત્યારે તેમણે OTT પ્લેટફોર્મની ટીકા કરતા જણાવ્યું હતું કે અત્યાર ના સમય માં દેશમાં OTT પ્લેટફોર્મ પર બેરોકટોક પ્રકાશિત થતી વેબ સિરીઝ નિહાળી બાળકોમાં વાયોલન્સ વધી રહ્યું છે. સરકારે OTT પર નિયંત્રણો લાવવા અનિવાર્ય બન્યું છે. સરકાર દ્વારા OTT પ્લેટફોર્મના સંચાલકો સહિત નિર્માતાઓ માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ. આ પ્લેટફોર્મ પર કોઈ રોકટોક ન હોવાના કારણે અહી ફ્રી સ્પીચના નામે હંગામો મચાવવામાં આવે છે.


આ પણ વાંચોઃ સ્મશાનમાં અંતિમ સંસ્કારના કામમાં પણ ભ્રષ્ટાચાર? અહીં તો બે આંખની શરમ રાખવી હતી


ભવિષ્યમાં આ ફિલ્મ લાવશે
પોતાના આગામી પ્રોજેકટ વિશે પ્રકાશ પાડતા વિવેક અગનિહોત્રી એ જણાવ્યું હતું કે કશ્મીર ફાઇલ્સ ફિલ્મની ભવ્ય સફળતા બાદ અમે દિલ્હી ફાઇલ્સ પર છેલ્લા ચાર વર્ષથી સંશોધન કરી રહ્યા છીએ. દેશમાં ભાગલાની વિચારધારા કલકત્તાથી શરૂ થઈ હતી. જેના પર આધારિત દિલ્હી ફાઇલ્સ ફિલ્મ હશે.અમુક કાયદા એવા હોય છે કે જે કોઈના માટે લાભદાયી તો કોઈના માટે નુકસાન કારક હોઈ શકે. આજે દેશમાં અમુક સિસ્ટમ બદલવાની જરૂર છે.


અતીક પર આપી પ્રતિક્રિયા
ઉત્તપ્રદેશના ખૂંખાર માફિયા અતિક અહેમદની પ્રયાગરાજમાં થયેલી હત્યા મામલે વિવેક અગ્નિહોત્રીએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે અતિક અહેમદ અને અશરફની ગોળી મારી હત્યાની ઘટના બાદ મિર્ઝાપુર ફિલ્મ ભારે  ટ્રેન્ડ થઈ રહી છે. ભારતમાં ગાળા ગાળી છે અને ગુંડા ગર્દી છે, એ સાચી વાત છે. અમુક આવી ઘટનાઓ પર બનેલી ફિલ્મોમાં ગાળા-ગાળી અને હિંસા બહુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube