ગાંધીનગર : રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2020-21 ના વર્ષ માટે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા છે. જેના કારણે ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવો મોટો પડકાર બન્યો છે. એ ગ્રુપના 43 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે હાલ ડિગ્રી એન્જિનિયરિંગની 65 હજાર બેઠકો ઉપલબ્ધ છે. તેવામાં પ્રવેશ બાબતે સૌથી વધારે સ્પર્ધા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ - પેરામેડિકલ અને B.SC માં સરકારી યુનિવર્સિટીઓમાં કેટલી બેઠકો છે અને પ્રવેશની કેટલી શક્યતાઓ છે તે અંગેનો ખાસ અહેવાલ રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરામેડિકલની 38391 બેઠક છે. જે પૈકી એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે.


મેડિકલના તમામ કોર્સમાં NEET ની પરીક્ષાના આધારે જ પરિણામ અપાય છે 12સપ્ટેમ્બરે યોજાવાની છે. જ્યારે પેરામેડિકલની પરીક્ષા ધોરણ 12 બોર્ડ અને ગુજસેટની પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ અપાશે. બીએસસીમાં ધોરણ 12ના પરિણામ અપાય છે. નોંધનીય છે કે, 64 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે મેડિકલ, પેરામેડિકલ અને બીએસસીની કુલ 80 હજાર સુધી પહોંચી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube