અમદાવાદ: દેશના યુવાનો નશાયુક્ત પદાર્થોથી દૂર થાય તે માટે અમદાવાદના 3 યુવાઓ ગાંધી આશ્રમથી દિલ્હી સુધી દોડતા પહોંચ્યા હતા. અને દેશના યુવાનોને નશાયુક્ત પદાર્થોથી દૂર રહેવાનો અનોખો સંદેશ પણ આપ્યો હતો. અમદાવાદના 3 યુવા રૂપેશ મકવાણા, લોકેશ અને પાર્થ અમદાવાદના ગાંધી આશ્રમથી 19 ઓગસ્ટએ દોડતા દિલ્હી માટે નીકળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1023 કિમીની સફર દોડીને લગાવ્યો ‘દેશ બચાવો’નો નારો
જેમણે 1023 કિમિનો સફર દોડીને 15 દિવસમાં યુવા બચાવો ભારત બચાવોના નારા સાથે દિલ્હી પહોંચ્યા હતા.અમદાવાદથી દિલ્હી સુધીની સફરમાં ગુજરાત,રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીની અનેક શાળાઓમાં યુવાઓને ડિપ્રેશનમાંના રહેવા મેડિટેશન અથવા એક્સરસાઇઝ કરવા પ્રોત્સાહિત કરવાનું કાર્ય ગુજરાતના આ ત્રણ યુવાનોએ કર્યું હતું. તો સાથે જ નાની વયે લવ અફેર અને વ્યસનથી દુર રહેવા પણ અપીલ કરી.


નવા ટ્રાફિક નિયમની દંડની રકમથી બચવા આ વાહન ચાલકે બનાવ્યો ‘યુનિક હેલ્મેટ’


રૂપેશ, લોકેશ અને પાર્થએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, દેશના યુવાઓને બચાવીશું તો દેશ બચશે. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી કે દેશભરની તમામ શાળાઓમાં બાળક જ્યારે પહેલા ધોરણમાં એડમિશન લે છે. ત્યારથીજ એક લેકચર મેડિટેશનનો પણ રાખવામાં આવે. જેથી દેશનો યુવાન તેના કરિયાર પ્રત્યે પુરતુ ધ્યાન રાખી શકે.


જુઓ LIVE TV :