વડોદરામાં ઉત્તરાયણને લઇને ૧૦૮ સેવાના તમામ વાહનો અને સ્ટાફ ખડેપગે રહેશે, સ્ટાફની રજાઓ મોકૂફ
આ પર્વમાં કોલનું પ્રમાણ વધવું એ સામાન્ય બાબત છે.એટલે તમામ વાહનોને સેવા માટે રાત દિવસ તૈયાર રાખવા સ્ટાફની રજાઓ હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. કોવીડ ના કેસોમાં વધારાને અનુલક્ષીને આ તકેદારી લેવામાં આવી જ હતી.જો કે હાલમાં કોવીડ કોલ જવલ્લેજ આવે છે કારણકે પોઝિટિવ દર્દીઓને દવાખાનામાં દાખલ થવાની જરૂર પડે એવી સ્થિતિ ઓછી જોવા મળે છે.
વડોદરા: પતંગ ચગાવવાની મજા માણતી વખતે અસાવધાની રાખવા થી દોરી થી થતી ઈજાઓ અને પડવા વાગવાની ઈજાઓ થાય છે અને ઉત્તરાયણ લોહિયાળ અને ક્યારેક જીવલેણ બને છે. તેમાં રસ્તે ચાલતા જતાં રાહદારીઓ અને વાહન ચાલકોના ગળા અને શરીરના અન્ય ભાગમાં ધારદાર દોરી ઘસાવાથી થતી ઈજાઓ તેના પ્રમાણમાં વધારો કરે છે. તેને અનુલક્ષીને વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત ૧૦૮ જીવન રક્ષક સેવાની તમામ ૪૨ દર્દીવાહિનીઓ અને તેના સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે.
પાટાપિંડી માટે જરૂરી સાધન સામગ્રી વધારવામાં આવી
વડોદરા ૧૦૮ સેવાના મેનેજર નિલેશ ભરપોડા એ જણાવ્યું કે અમારા જીવન રક્ષક વાહનોમાં ઈજાગ્રસ્તોના શરીરમાં થી વહેતું લોહી અટકાવવા અને ઈજાને વકરતી રોકવા માટે જરૂરી પાટાપિંડી ની સાધન સામગ્રી ઉપલબ્ધ જ હોય છે અને સ્ટાફ પણ તેની તાલીમ પામેલો હોય છે.
જો કે ઉત્તરાયણ એવો તહેવાર છે કે જેમાં પડવા વાગવા થી અને ધારદાર દોરી થી શરીરના અંગો કપાઈ જવાથી થતી ઇજાઓનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં સારું એવું વધી જાય છે.તેને અનુલક્ષીને પ્રત્યેક વાહનમાં સ્વચ્છ રૂ ના ગાભા સહિત ડ્રેસિંગ મટીરીયલ અને આઇવી ફ્લુડ ઇત્યાદિનો સારો એવો વધારાનો જથ્થો રાખવામાં આવ્યો છે.
સ્ટાફની રજાઓ મોકૂફ:
આ પર્વમાં કોલનું પ્રમાણ વધવું એ સામાન્ય બાબત છે.એટલે તમામ વાહનોને સેવા માટે રાત દિવસ તૈયાર રાખવા સ્ટાફની રજાઓ હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. કોવીડ ના કેસોમાં વધારાને અનુલક્ષીને આ તકેદારી લેવામાં આવી જ હતી.જો કે હાલમાં કોવીડ કોલ જવલ્લેજ આવે છે કારણકે પોઝિટિવ દર્દીઓને દવાખાનામાં દાખલ થવાની જરૂર પડે એવી સ્થિતિ ઓછી જોવા મળે છે.
દરેક વાહનમાં સર્વાઇકલ બેલ્ટ રાખવામાં આવ્યા છે: મોટી જિલ્લા હોસ્પિટલમાં પણ જે ક્યારેક જ ઉપલબ્ધ હોય છે તેવા અને ગરદનની ઇજાઓમાં ખૂબ ઉપયોગી સર્વાઇકલ બેલ્ટ તમામ ૪૨ વાહનોમાં રાખવામાં આવ્યા છે.દોરી થી ગળું કપાઈ જાય ત્યારે વહેતા લોહીનું પ્રમાણ વધે નહી અને ઇજા વકરે નહીં તે માટે ઈજાગ્રસ્તની ગરદન સ્થિર રાખવી જરૂરી છે અને આ બેલ્ટ તેમાં કામ આવે છે.એટલે આ ખૂબ અગત્યના જીવન રક્ષક સાધન થી પણ વાહનો સજ્જ છે.
ગરદન દોરાથી કપાય જાય ત્યારે તાત્કાલિક શું કરવું જોઈએ...
ધારદાર દોરીથી હાથની આંગળીઓ કે શરીર ના અન્ય ભાગો અને ગરદનને ઇજા થાય ત્યારે તાત્કાલિક તો સ્વચ્છ કપડાં થી પાટો બાંધી વહેતું લોહી અટકાવવાનો પ્રયત્ન કરવાની સાથે વાહનની સુવિધા હોય તો ઈજાગ્રસ્તને નજીકના દવાખાને લઈ જવો જોઈએ.અને જરૂર જણાય તો ૧૦૮ ને તુરત કોલ કરવો જોઈએ.
ઉત્તરાયણ આનંદનું પર્વ છે. ખાસ કરીને બાળકોને ઘેલા કરતો તહેવાર છે.ત્યારે પતંગ ઉડાડતા બાળકોને ઈજાથી કે પડવા થી બચાવવા માટે સચેત અને સાવચેત રહેવું જોઈએ.નજીકમાં થી વીજ પ્રવાહ પસાર થતો હોય તો તેના થી દુર રહેવા/ રાખવાની તકેદારી રાખવી જોઈએ.સલામત ઉત્તરાયણ વધુ આનંદ આપનારી બની રહે છે.