વડોદરામાં 11 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું
શહેરના નાગરવાડાની ચાલમાં મગર ઘુસી આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો
વડોદરાઃ વડોદરા શહેરમાં મગર ઘુસી આવવાની ઘટના અવારનવાર બનતી હોય છે. શનિવારે મોડી રાત્રે શહેરના નાગરવાડા વિસ્તારમાં મગર જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી.
વડોદરાની નાગરવાડાની ચાલમાં મગર હોવાની જાણ થતા વન વિભાગની ટીમ સાધનો સાથે આવી પહોંચી હતી. જે વિસ્તારમાં મગર દેખાયો હતો તેને કોર્ડન કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
[[{"fid":"185258","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
11 ફૂટ લાંબા મહાકાય મગરને પકડવા માટે વન વિભાગને ભારે જહેમત કરવી પડી હતી. સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને પકડી પાડ્યો હતો. મગરને દબોચી લીધા બાદ સૌ પ્રથમ તેના મોઢા પર કોથળો પહેરાવીને બંધ કરાયું હતું. ત્યાર બાદ તેના ચારેય પગ બાંધીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો.
વન વિભાગ મગરનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત વિસ્તારમાં છોડી દેવા લઈ ગયું હતું.