સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટમાં એટીએમને લૂંટવાની ઘટના સામે આવી છે. એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. અંધારાનો લાભ લઈને એટીએમ તોડીને છૂ થઈ જનાર ચોરના આતંકને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓએ દુપટ્ટાની મદદથી ગજબ સ્ટાઈલમાં કરી રૂપિયાની ચોરી, રાજકોટની ઘટના


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ એક્સિસ બેંકનું એટીએમ લૂંટવામાં આવ્યું છે. અડધી રાત્રે બે શખ્સો નાગેશ્વર વિસ્તારમાં આવેલ એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા હતા. જેના બાદ તેમણે ATMને કટર વડે તોડ્યું હતું. ATM તોડી લૂંટારુઓએ ૧૧,૫૫,૧૦૦ રૂપિયાની લૂંટ કરી હતી. હાલ પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરાઈ છે. 


Pics : ડાંગનો ફેમસ ગીરાધોધ જીવંત થતા જ તંત્ર દોડતુ થયું, પ્રવાસીઓની કરી એક વિનંતી


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા હવે લૂંટારુઓ, ચોર ટોળકી બેફોખ બની રહી છે. દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારો પોલીસની પકડથી દૂર છે, જેને કારણે જાણે તેઓને ગુનો આચરવામાં છુટ્ટો દોર મળતો હોય તેવુ ભાસી રહ્યું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :