સુરતમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 11 વર્ષના બાળકનું મોત
રાજ્યમાં છેલ્લા બે મહિનામાં સ્વિમિંગ પૂલમાં ડૂબવાની ચાર ઘટના બની છે.
સુરતઃ ભટારના કાપડિયા હેલ્થ ક્લબમાં 11 વર્ષના બાળક હર્ષનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાને લઇ પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકારવાના ઇનકાર કર્યો છે અને સ્વિમિંગ ટ્રેનર અને ક્લબના માલિક સામે ફરિયાદ નોંધવા માગ કરી છે. કોચ અને ટ્રેનર હાજર હોવા છતાં બાળકનું મોત નિપજતા પરિવારજનોએ ફરિયાદની માગ કરી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 2 મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાં સ્વિમીંગ પુલમાં ડૂબી જવાની 4 ઘટનાઓ સામે આવી છે.
જેમાં ભુજની સેવન સ્કાય હોટલના સ્વિમીંગ પુલમાં 7 વર્ષના વૃતિકનું, વડોદરામાં સિક્યોરિટી ગાર્ડની બેદરકારીના કારણે 10 વર્ષના બાળકનું તો અમદાવાદના કાંકરિયાની ઈકા ક્લબના સ્વિમીંગ પુલમાં ભવ્ય જૈનનો પગ લપસી જતાં તેનું મોત થયું હતું. ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં કોચ અને ટ્રેઈનર હાજર હોવા છતાં 11 વર્ષના બાળક હર્ષનું ડૂબી જતાં મોત થયું છે.