Palak ની 11 વર્ષની પીડાનો આવ્યો અંત, અન્નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તેવી સર્જરીનો પ્રથમ
આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે.
અતુલ તિવારી, અમદાવાદ: સિવિલ (Civil) ના બાળ રોગ સર્જરી વિભાગે 80 હજારથી 1 લાખ બાળકોમાં ભાગ્યે જોવા મળતો કિસ્સો જેમાં બાળકની અન્નનળી તો બનેલી હોય છે. પરંતુ તેનો એક હિસ્સો શ્વાસનળી સાથે જોડાયેલો હોય છે આવી પડકારજનક સર્જરી કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. સિવિલ (Civil) ના બાળ રોગ સર્જરી વિભાગમાં 27મી મે 2021ના રોજ અમદાવાદના શ્રમિક દંપતિ સંજય અને હર્ષ નડિયાનું ચોથું સંતાન 11 વર્ષીય પલક નડિયાને ન્યુમોનિયા તેમજ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે દાખલ કરાઇ હતી.
આ અંગે વિગતો આપતા બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી એ જણાવ્યુ કે, 11 વર્ષની પલકને અત્યાર સુધી ઘણી બધી વખત ન્યુમોનિયા સાથે બાળ રોગ વિભાગ તેમજ અન્ય હોસ્પિટલ (Hospital) માં દાખલ થઇ, પણ આ વખતે પલકનો કેસ અમને થોડો ડિફિકલ્ટ લાગ્યો. પ્રારંભિક તપાસ અને કોવિડ-19 RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પલકનું CECT થોરેક્સ કરવામાં આવ્યું હતું.
12 Science ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર , પ્રવેશ માટે આવી હશે ગુણ પદ્ધતિ
ડોક્ટરે (Doctor) જણાવ્યું કે, શરૂઆતમાં પલક (Palak) ના ન્યુમોનિયાને અમે સ્ટેબેલાઇઝ કર્યું. ત્યારબાદ સિટી સ્કેન કર્યા બાદ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર અભિલાષા.એસ.જૈનને એવું લાગ્યું કે કદાચ આ બાળકીને એચ.વેરાઇટી ઓફ ટીયો ફિશિયોલા હોઇ શકે છે. આ તારણ અમને જાણવા મળતા તાત્કાલિક જ આ બાળકને પીડિયાટ્રીક સર્જરીમાં લઇ જવામાં આવ્યું.
જ્યાં આ બાળકીને સ્વાસ્થ નળીની અંદર દૂરબીન નાખીને જોયુ તો અમને પણ નવાઇ લાગી કે 11 વર્ષની બાળકીને સ્વાસ્થ નળી અને અન્ન નળી સાથેનું કનેક્શન દેખાયું. જેને મેડિકલ લેંગવેન્જમાં “એચ વેરાઇટી ઓફ ટિયોફિશ્યુલા(H-TOF) (અન્નળી –શ્વાસનળી જોડાયેલી હોય)” કહેવામાં આવે છે.
Bhavnagar: 50થી વધુ સ્થળોએ GST વિભાગના દરોડા, મોટા માથાઓ થયા અંડર ગ્રાઉન્ડ
આ નિદાન થયું એટલે અમે તાત્કાલિક ઓપરેશન કરવાનું નક્કી થયું. બાળકને સ્ટેબેલાઇઝ કર્યા બાદ પડકારજનક સર્જરી કરવામાં આવી જેમાં અમને સફળતા પણ મળી. જેમાં એનેસ્થેશિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કિરણ પટેલ અને તેમની ટીમ દ્વારા આ જોખમી સર્જરીનું બિંડુ ઉપાડવામા આવ્યું. આ અંગે વધુ વિગતો આપતા ડોક્ટરે કહ્યું કે, આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે.
આવા કિસ્સામાં બાળક તાજા જન્મેલા હોય કે પછી પ્રથમ વર્ષની અંદર જ આ ડાયગ્નોસીસની જાણ થઇ જતી હોય છે. ક્લાસિકલ સિમટમ્સની વાત કરવામાં આવે તો બાળકને જ્યારે ધાવણ કે ખોરાક આપવામાં આવે ત્યારે તેને ખાસી-ઉધરસ થાય, ચોકિંગ થાય કે પછી ઘણીવાર બાળક ભૂરૂ પણ પડી શકે છે.
Weird News: ગાંધીનગરમાં ભેંસો દારૂની 101 બોટલ ઢીંચી ગઇ, માલિકને ખાવી પડી જેલની હવા
પલકના કિસ્સામાં આવી કોઇ તકલીફ નહોતી એટલે શરૂઆતના દિવસોમાં આ બીમારી ડિટેક્ટ ન થઇ શકી. પણ પલકને વારંવાર ન્યુમોનિયા સાથે ઘણી વખત હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે. ન્યુમોનિયાના સાથે પલકને ઘણી બધી અન્ય તકલીફ પણ છે જેમ કે હદયની તકલીફ, એક કાન બન્યો નથી, ઓછું સંભળાય છે, ફેશિયલ પાલ્સી છે તેમજ સ્પાઇનની પણ સમસ્યા છે.
પલકને વેક્ટરલ એસોસેશન એટલે ટિયો ફિશિયોલા સાથે અન્ય એસોસેશન પણ છે જેના લીધે પલકનું વેઇટ, હાઇટ અને ગ્રોથ અને મેન્ટલ ડેવલોપમેન્ટ પર પણ અસર થઇ છે. એમાય વારંવાર હોસ્પિટલાઇઝ થવાથી પણ તેના ગ્રોથમાં ફરક પડ્યો છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટટેન્ડટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલ ટર્સરી કેર સેન્ટર તરીકે પણ કાર્ય કરે છે.
રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલમાં નિરાશ થયેલ દર્દીઓ પણ છેલ્લે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. અહીં આવતા દર્દીઓ સકારાત્મક પરિણામ લઇને જાય છે. જેનું આ સર્જરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. સિવિલ હોસ્પિટલના તબીબોની દર્દીના જીવ બચાવવા પ્રત્યેની કટિબધ્ધતાના કારણે જ જુજ જોવા મળતી સર્જરી પણ સફળતાપૂર્વક પાર પડતી જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube