ઝી બ્યુરો/વડોદરા: 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે? દેશ જ્યારે રામના રંગમાં રંગાયો હતો ત્યારે વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને 2 શિક્ષકના મોતથી માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. જો કે હજુ માસ્ટરમાઈન્ડ સુધી પોલીસ પહોંચી શકી નથી. બોટકાંડની આ ગોજારી ઘટનામાં અત્યાર સુધી કેટલા ઝડપાયા? કેટલા પકડાવાના બાકી? કોણ છે મુખ્ય સુત્રધાર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટકાંડનો માસ્ટર માઈન્ડ સૌથી મોટો હત્યારો પરેશ શાહ છે. અને તે જ સૌથી મોટો હત્યારો છે પરંતુ પોલીસ હજુ સુધી તેને અડી પણ શકી નથી. કદાચ પોલીસ તેને બચાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. તો પરેશનો સાઢુ ગોપાલ શાહ જેને પોલીસે છત્તીસગઢના રાયપુરથી દબોચી લીધો છે. તો કોટિયા પ્રોજેક્ટનો બિનીત કોટિયા તેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે ડોલ્ફિન કંપનીનો માલિક નીલેશ જૈન હજુ પોલીસ પકડથી બાર છે. આ એ લોકો છે જેમણે અલગ અલગ કંપનીઓના નામે ગોરખધંધો કરીને 14 લોકોને જીવતા તળાવમાં ડૂબાડીને મારી નાંખ્યા છે. 


કયા આરોપી ઝડપાયા?


  • ગોપાલ શાહ, બિનિત કોટિયા, નયન ગોહિલ

  • ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા

  • વેદ પ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિ


કયા આરોપી ફરાર?


  • પરેશ શાહ અને નિલેશ જૈન 


હરણી તળાવમાં 14 લોકોની હત્યા કરનારો મુખ્ય આરોપી પરેશ શાહ છે. આ જ આરોપી જેની પાસે હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ હતો. પરંતુ આ નરાધમ અન્ય લોકોને પેટા કોન્ટ્રાક્ટ આપી મોટા ઉઘરાણાં કરતો હતો. પોતાનું ક્યાંય નામ ન આવે તે માટે અન્ય લોકોના નામે કોન્ટ્રાક્ટ લેતો હતો. પરંતુ રોજ લેક ઝોનનો વહીવટી હિસાબ મેનેજર પાસેથી લઈ લેતો હતો. સાતીર દિમાગના પરેશ શાહે પોતાના સાઢુ ગોપાલ શાહને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અને આ ગોપાલે કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદારી કરી બિનિત કોટિયાનો ભાગીદાર બન્યો હતો. 


હત્યારો પરેશ શાહ પર શું ખુલાસા?


  • હરણી તળાવમાં 14 લોકોની હત્યા કરનારો મુખ્ય આરોપી 

  • હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ હતો

  • અન્ય લોકોને પેટા કોન્ટ્રાક્ટ આપી મોટા ઉઘરાણાં કરતો હતો

  • નામ ન આવે તે માટે અન્ય લોકોના નામે કોન્ટ્રાક્ટ લેતો હતો

  • રોજ લેક ઝોનનો વહીવટી હિસાબ મેનેજર પાસેથી લઈ લેતો હતો


SITએ ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરી છે. આ એ આરોપી છે જે એક સમયે વડોદરા કોર્પોરેશનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હતો. પરંતુ તેના કાળા કામોને કારણે કોર્પોરેશને ટર્મિનેટ કર્યો હતો. VMCમાંથી હાંકી કાઢયા બાદ પોતાના ગોરખ ધંધા તેણે ચાલુ રાખ્યા હતા. અને પોતે આર્કિટેકનું કામ જાણતો હોવાથી કન્સલન્ટન્સી શરૂ કરી હતી. સરકારમાં માત્ર ક્લાસ-2 ઓફિસરની ઓકાત ધરાવતા આ હત્યારાએ પાવાગઢ અને અયોધ્યા પ્રોજેક્ટ સહિત ગુજરાતમાં 50 જેટલા પ્રોજેક્ટમાં પ્રત્યેક્ષ અથવા પરોક્ષ રીતે કન્સલન્ટન્સી કામ કર્યું હતું.


હત્યારા ગોપાલ શાહ પર શું ખુલાસા?


  • એક સમયે વડોદરા કોર્પોરેશનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હતો

  • કાળા કામોને કારણે કોર્પોરેશને ટર્મિનેટ કર્યો હતો

  • VMCમાંથી હાંકી કાઢયા બાદ પણ ગોરખધંધા ચાલુ રાખ્યા હતા

  • આર્કિટેકનું કામ જાણતો હોવાથી કન્સલન્ટન્સી શરૂ કરી હતી

  • પાવાગઢ, અયોધ્યા સહિત ગુજરાતમાં 50 જેટલા પ્રોજેક્ટમાં કન્સલન્ટન્સી કરી 


અત્યારસુધી પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 11 આરોપી ફરાર છે. જે ઝડપાયા છે તેની વાત કરીએ તો, ગોપાલ શાહ, બિનિત કોટિયા, નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય સુત્રધાર પરેશ શાહ અને નિલેશ જૈન પોલીસ હજુ સુધી પકડી શકી નથી. આ બન્ને મુખ્ય આરોપીને પકડવા માટે લૂક આઉટ નોટિસ કાઢવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે કદાચ આ બન્ને દેશ છોડીને ભાગી ગયા છે. જોવાનું રહેશે કે ક્યારે પોલીસ તેમની ધરપકડ કરી નિર્દોષ બાળકોના આત્માને શાંતિ આપે છે.