ઉમેશ પટેલ, વલસાડ: ઓમિક્રોન વેરિયેન્ટ વાઇરસ 11 દેશોમાં જોવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક 11 દેશમાંથી વલસાડ જિલ્લા ખાતે 12 જેટલા મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્રારા હાઇરિસ્ક દેશમાંથી આવેલા 12 જેટલા મુસાફરોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જ તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવતા તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હાઈ રિસ્ક દેશમાંથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ કોરાંટાઇન કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ 8 દિવસ બાદ તેમનો ફરી RTPCR ટેસ્ટ કરવામાં આવશે. સાથે જો કોઈ પોઝિટિવ આવે તો તેના સેમ્પલો લઈ કયા વેરિયન્ટ વાઇરસનો શિકાર થયો છે. એ ચકાસમાં આવશે. જો તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય 7 દિવસ ઓબ્ઝર્વેશન કરશે સાથે આરોગ્ય વિભાગ દ્રારા 11 હાઇરિસ્ક દેશ માંથી આવેલા લોકો પર સતત નજર રાખવામાં આવશે. 

અમદાવાદીઓ માટે કાંકરિયા કાર્નિવલને લઇને મોટા સમાચાર


વલસાડ જિલ્લામાં સિંગાપોરથી 2, બ્રાઝીલથી 1, યુ.કે થી 6, બાંગ્લાદેશથી 1 અને સાઉથ આફ્રિકાથી 2 લોકો આવ્યા છે. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા હાઈ રિસ્ક જાહેર કરેલા દેશમાંથી આવતા તમામ યાત્રીઓ ઉપર આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube