ડાંગ : જિલ્લો કે જ્યાં ધર્માંતર કરીને ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરનારા લોકોની સંખ્યા વધારે છે. ત્યાં હવે ધીરે ધીરે આદિવાસી પરિવારો પુન: સનાતન ધર્મ તરફ પરત ફર્યા છે. રાજ્યમાં ડાંગ એક એવો જિલ્લો છે જ્યાં 40 ટકા લોકોએ ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરેલો છે. આજે ડાંગ જિલ્લાનાં શિવરિમાળમાં સાધવી યશોદાદીદીની હાજરીમાં 12 જેટલા પરિવાર સંપુર્ણ વિધિવિધાન સાથે ઘરવાપસી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હળવદના કેદારીયા ગામે 20 ઘેટા પર કન્ટેનર ફરી વળતા અરેરાટી, માલધારીની વળતરની માંગ

સાધ્વી યશોદાદીદીએ જણાવ્યું કે, ડાંગ જિલ્લાનાં 12 પરિવારોએ અમને જણાવ્યું કે, તેઓ પુન: હિન્દુ ધર્મઅપનાવવા માંગે છે. જેથી આજે તેમને તમામ વિધિવિધાન સાથે હિન્દુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. જે લોકો ધર્મ પરિવર્તન કરીને ગયા હતા તેમની ઘર વાપસી કરાવવામાં આવી હતી. આ લોકો પહેલા હિન્દુ હતા જો કે કોઇ કારણોસર ચર્ચમાં જવા લાગ્યા હતા. જો કે આજે તેમને ખબર પડી હતી કે અમારી ધરોહર છે. તે ધરોહર જ સાચી ધરોહર છે અને આપણો સનાતન ધર્મ જ સાચો ધર્મ માનીને આ લોકો પાછા આવ્યા છે. તેમનું હવનયજ્ઞ કરાવીને ઉનાઇ માતા પાસે લઇ જઇને ગરમ પાણીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. 


GUJARAT CORONA UPDATE: નવા 850 કોરોના દર્દી, 920 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

ડાંગ જિલ્લામાં અનેક પરિવારો એવા છે જે ડાંગમાં રહીને હિન્દુ ધર્મનો પ્રચાર કરનારાઓના સંપર્કમાં આવીને ક્રિશ્ચિયન ધર્મથી પરત પોતાનાં ધર્મ તરફ પરત ફરી રહ્યા છે. જો કે છેલ્લા 10 વર્ષથી આ આ વિસ્તારમાં હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર વધ્યો છે. જેના કારણે અહીં ધર્માંતરણની પ્રવૃતિ અટકી છે અને લોકો સનાતન ધર્મ તરફ પરત ફરી રહ્યા છે. જિલ્લામાં વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ તરફ વળેલા લોકો હવે હિન્દુ ધર્મ તરફ વળ્યાં છે. આજે ડાંગ જિલ્લાનાં શિવરિમાળ વિસ્તારમાં હિન્દુ ધર્માંતર વિધિનું આયોજન કરાયું હતું. જેમાં 12 જેટલા પરિવારોએ વિધિ વિધાન સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube