ગુજરાતમાં ખળભળાટ! BRTS અને સીટી બસના 120 ડ્રાઈવરો ટર્મિનેટ, 7 દિવસમાં આ સર્ટી કાઢવાનું રહેશે, નહીં તો...
સુરત BRTS બસ અકસ્માત બાદ તંત્ર જાગ્યું છે અને હવે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરવા જણાવી રહ્યા છે. હવેથી ડ્રાઈવરોનો રોજ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કોઈ દારૂ પીધેલ હશે તો તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવશે.
ઝી બ્યુરો/સુરત: સુરતમાં BRTS અને સીટી બસના 120 ડ્રાઈવરોને ટર્મિનેટ કરાયા છે. જી હા...BRTS બસ અકસ્માત બાદ તંત્ર જાગ્યું છે. યાત્રીઓ સાથે ગેરવર્તણૂક, ડ્રાઈવિંગ બેદરકારી સહિતની ફરિયાદો બાદ એક મોટી કાર્યવાહી કરાઈ છે. બસનો ડ્રાઈવર દારૂ પીધેલ હશે તો તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવશે. ડ્રાઈવર અને કંડકટરનું 7 દિવસમાં ફિઝિકલ સર્ટી કાઢવાનું રહેશે. ડ્રાયવર અને કંડકટરની લાયકાતની પણ ચકાસણી કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલને બદલે સ્મીમેર હોસ્પિટલમાંથી સર્ટી લેવાનું રહેશે. ગ્રીન સેલ એજન્સીને બ્લેક લિસ્ટ કરાઈ છે. ઉચ્ચ અધિકારી સહિત તમામ વિરુદ્ધ પગલાં લેવાશે.
120 ડ્રાઈવરોને ટર્મિનેટ કરાયા
કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલે યોજાયેલી બેઠક બાદ મેયર દ્વારા એક પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત શાસકો હાજર રહ્યા છે. પત્રકાર પરિષદ દરમ્યાન મેયર દક્ષેશ માવાણીનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. BRTS અને સીટી બસના 120 ડ્રાઈવરોને ટર્મિનેટ કરાયા છે.
વિજિલન્સ ટીમ સ્પીડ લિમિટ માટે મોનિટરીગ કરશે
BRTS બસ અકસ્માત બાદ તંત્ર જાગ્યું છે અને હવે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરવા જણાવી રહ્યા છે. હવેથી ડ્રાઈવરોનો રોજ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કોઈ દારૂ પીધેલ હશે તો તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવશે. ડ્રાયવર અને કંડકટરનું 7 દિવસમાં ફિઝિકલ સર્ટી કાઢવાનું રહેશે. ખાનગી હોસ્પિટલને બદલે સ્મીમેર હોસ્પિટલમાંથી સર્ટી લેવાનું રહેશે. હવેથી વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવશે. અને તેમાં કોઈ કસૂરવાર ઠેરવાશે તો નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવશે. વિજિલન્સ ટીમ સ્પીડ લિમિટ માટે મોનિટરીગ કરાશે. હવેથી ડ્રાયવર અકસ્માત કરશે તો પરમેનેટ લાયસન્સ રદ્દ કરવામાં આવશે. ગ્રીન સેલ એજન્સીને આજે બ્લેક લિસ્ટ કરાશે. ઉચ્ચ અધિકારી સહિત તમામ વિરુદ્ધ પગલાં લેવાશે. સુરતમાં બનેલી ઘટના અંગે ભાજપ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે.
કંડકટર અને ડ્રાયવરોએ કેરેકટર સર્ટિફિકેટ લેવાનું રહેશે
આજે સાશકો, અધિકારીઓ જોડે બેઠક કરી હતી અને આવનારા સમયમાં ઘટના ન બને તે માટેના નિર્ણય લેવાયા છે. ઘટના ન બને તે માટે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરાશે. ડ્રાઈવર નશાની હાલતમાં પકડાશે તો તે જ દિવસે પોલિસ ફરિયાદ નોંધાવવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી તમામ કંડકટર અને ડ્રાયવરોએ કેરેકટર સર્ટિફિકેટ લેવાનું રહેશે. બસમાંથી ટીકીટ વિના જો કોઈ પકડાશે તો તેવા સંજોગોમાં એજન્સી સામે પણ કાર્યવાહી કરશે. ભવિષ્યમાં જો આ પ્રકારની ઘટના બનશે તો એજન્સી સામે કાર્યવાહી કરાશે. નિયત કરેલા સ્ટોપ સિવાય બસ જો અન્ય સ્થળે ઉભી રાખવામાં આવશે તો કડક કાર્યવાહી કરાશે.
ગ્રીન શેલ એજન્સીને આ ઘટનામાં બ્લેકલીસ્ટ
છેલ્લા એક વર્ષમાં ક્યાં બસ કંડકટર વિરુદ્ધ ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, તેના તમામ રેકોર્ડ તપાસમાં આવશે. ગ્રીન શેલ એજન્સીને આ ઘટનામાં બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે એજન્સી ને પણ જવાબદાર ગણવામાં આવશે. અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, જે અંગેની જાણ પાલિકા કમિશ્નરને કરવામાં આવી છે. આ કેસમાં આવનાર સમયમાં પરિણામ મળશે.