Gujarat Corona Case: દેશમાં કોરોનાના વધતાં કેસ સામે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યના મંત્રીઓને એલર્ટ રહેવા સલાહ આપી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં બે કેસમાંથી કોરોનાનો આંકડો 13 સુધી પહોંચી ગયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે તમામ જિલ્લામાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવા માટે આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં કોરોનાના 7 એક્ટિવ કેસ
કોવિડના નવા કેસ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 7 એક્ટિવ કેસ છે. 7 પૈકીના 5 કેસ વિદેશથી આવેલા, જ્યારે 2 કેસની ટ્રાવેલ હિસ્ટરી નહીં. 4 મહિલા અને 3 પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં છે. તમામ દર્દીઓ અમદાવાદના નદી પારના પશ્ચિમ વિસ્તારના છે. તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વાઇરસ છે કે નહીં એ રિપોર્ટ અવાય બાદ માલુમ પડશે. 


આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસના નવા સબ-વેરિયન્ટે દુનિયાને ચોંકાવી દીધી છે. કોરોના વાયરસના જેએન.1 વેરિયન્ટે દેશમાં ડરનો માહોલ બનાવ્યો છે. હાલ ગુજરાત સહિત દેશમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં તકેદારી રાખવામાં આવી રહી છે.


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના જે કેસ જોવા મળે છે ભારતમાં 2300 જેટલા કેસ છે ગુજરાતમાં કુલ 13 કેસ છે. ગુજરાતમાં એક કેસ આજે નોંધાયો છે. ઓકટોમ્બર માસમાં પણ 20 કેસ નોંધાયા હતા, આજે પણ વાઇબ્રન્ટ ગુજરાતને અસર થાય એવું કોઈ વાતાવરણ કોરોનામાં નથી. કોરોનાના કારણે રાજ્યમાં કોઈ મૃત્યુ એક મહિનામાં નોંધાયો નથી. આ વેરિયન્ટ ખૂબ માઈલ કેસ છે. વિદેશથી આવતા લોકોને કોરોના લક્ષણ લાગશે તો તેમને પણ કહેવામાં આવશે કે ટેસ્ટ કરાવી લે. સરકાર ખૂબ સાવધાની રાખી રહી છે. 


તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ દર સપ્તાહે ચારથી પાંચ કેસ આવતા હતા. નવા વેરીયન્ટમાં મૃત્યુના કેસ જોવા મળ્યા નથી. વાઈબ્રન્ટમાં સીધી અસર કોરોનાના કારણે થશે નહી. કોરોના આવે તેની આસપાસના લોકોએ કાળજી રાખવી હિતાવહ છે. નવો વેરીયન્ટ ખૂબ માઈલ છે. ચિંતાનો કોઈ વિષય નથી. સાવધાની રાખી વાયબ્રન્ટ યોજાશે. સાથે જ જણાવ્યું કે, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા થઈ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને કોઈ અસર થાય તેવું લાગતું નથી.