ઉદય રંજન/અમદાવાદ: વટવામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવા પોલીસે યુવકની ધરપકડ કરી છે. આ યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ પણ આચર્યું છે. પરંતુ આ ઘટનામાં ત્યારે ભાંડો ફૂટ્યો જ્યારે સગીરાને પેટમાં દુખાવો થયો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિજ્ઞેશ મેવાણી સામે 2 હાથ જોડીને ચૌંધાર આંસુએ રડ્યો પરિવાર,જાણો મેહોણાની ચકચારી ઘટના


પોલીસ કસ્ટડીમાં રહેલા શખ્સ પર આરોપ લાગ્યો છે કે તેણે એક 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું છે. જે મામલે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઘટના એવી છે કે વટવામાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. સગીરાને સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં 8 માસનું ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરા સાથે દુષ્કર્મ થતા સમગ્ર મામલો વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.


સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર, સરકાર ગુજરાત પોલીસમાં ભરશે 7 હજાર યુવાનો


આરોપી અને સગીરા વટવા વિસ્તારમાં રહે છે. મજુરી કામ દરમ્યાન એક વર્ષ પહેલાં બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આરોપી સગીરા કરતા 10 વર્ષ મોટો છે અને તેને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને મળવાના બહાને બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 


ઓલપાડમાં રાત્રે એવું શું બન્યું કે સમગ્ર ટાઉન પોલીસ છાવણીમાં ફેરવાયું, વાતાવરણ તંગ


સગીરાને માટી ખાવાની ટેવ હતી. જેથી પેટમાં ફુલતા તેને માટીની ગાંઠ હોવાની શંકા હતી. પરંતુ અચાનક પેટમાં દુ:ખાવો વધી જતાં સગીરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. અને ત્યારે સગીરા 8 માસ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. સગીરાની પૂછપરછ કરતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા વટવા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને મેડીકલ તપાસ કરાવી છે.


જ્યાં PM, CM, મંત્રી-સંત્રીઓ રોકાય છે, ત્યાં કેમ નથી CCTV? કોઈ ઘટના બને તો જવાબદારી


ઉલ્લેખનીય છે કે, વટવામાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાના કેસમાં પોલીસે બળાત્કાર અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.