આણંદ: બોરસદ નગરપાલિકા પ્રમુખ આરતીબેન પટેલ સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્ટી દ્વારા 20 સભ્યોને પાર્ટી લાઈન સાથે ચાલવા માટે અને પ્રમુખ તરફે મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ભાજપના સભ્યોએ વ્હીપનો અનાદર કરીને પક્ષની લાઈન વિરુદ્ધ મતદાન કરતા પ્રમુખ સામે આવેલ અવિશ્વાસની દરખાસ્ત 25 મતોથી પસાર થઇ ગઈ હતી અને ભાજપને પાલિકામાંથી સત્તા ખોવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે ભાજપ સંગઠન દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કરનાર ભાજપના 14 કાઉન્સિલરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોરસદ નગરપાલિકાનાં ભાજપનાં 14 કાઉન્સિલરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ 14 કાઉન્સિલરોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. વ્હીપનો અનાદાર કરી વ્હીપની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જેણા કારણે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કર્યા છે. ભાજપ તમામ કોર્પોરેટરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે 16 અન્ય સભ્યોને સાથે રાખીને પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મહત્વનું છે કે બોરસદ પાલિકામાં ભાજપના 20 સભ્યો અને અપક્ષના 9 તેમજ કોંગ્રેસના 6 સભ્યો હતા. જ્યારે AAPનો પણ એક સભ્ય જીત્યો હતો. પરંતુ જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું. આથી, વ્હીપના અનાદરના કારણે શિસ્તભંગના પગલા લઇને ભાજપના 14 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. 


ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા સભ્યો નીચે મુજબ છે..


  • રિતેશભાઈ પંકજભાઈ પટેલ

  • દિપકભાઈ કનુભાઈ પટેલ

  • પ્રજ્ઞેશભાઈ જયંતિભાઈ પટેલ

  • ભૌતિકકુમાર શૈલેષભાઈ શાહ

  • પરાગકુમાર પ્રવીણભાઈ પટેલ

  • દીપકકુમાર અંબાલાલ રાણા

  • મફતભાઈ શનાભાઈ સોલંકી

  • અપેક્ષાબેન વીરેન્દ્રસિંહ મહિડા

  • હિનાબેન જીગ્નેશભાઈ ભોઈ

  • ભૂમિકાબેન હિરેનભાઈ ગોહેલ

  • ભારતીબેન દિનેશભાઈ પરમાર

  • ભાવનાબેન જયેન્દ્રસિંહ રાઠોડ

  • કિરણબેન વિશાલકુમાર પટેલ

  • પીનલબેન તન્મયકુમાર પટેલ