રાજુ રૂપારેલિયા/દ્વારકા :નવરાત્રિ (Navratri 2019) ની શરૂઆત વચ્ચે છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘરાજા (Heavy Rain) ની મેઘમહેર થયું છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદી માહોલ છે. પરંતુ દેવભૂમિ દ્વારકા (Dwarka) ના ભાણવડ (Bhanvad) માં 14 ઈંચ અને કલ્યાણપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ ખાબકી પડ્યો છે. તો બીજી તરફ, જામનગર (Jamnagar) ના જામજોધપુરમાં પણ સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જામ કંડોરણામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આભ ફાટ્યાની સ્થિતિ થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ થતાં જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. તો કલ્યાણપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.  


વાલીઓએ શિક્ષકને માર મારવાની ઘટનામાં આજે સુરતની 400થી વધુ શાળાઓ બંધ


  • ભાણવડ 14 ઈંચ વરસાદ

  • જામજોધપુર 8.5 ઈંચ વરસાદ

  • દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ 

  • જામકંડોરણામાં 7.5 ઈંચ વરસાદ 

  • કચ્છના રાપરમાં 6.5 ઈંચ વરસાદ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે


ભાણવડમાં આભ ફાટ્યું
દ્વારકા જિલ્લાના ભાણવડમાં છેલ્લાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં હાલ બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ભાણવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 14 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને કારણે ભાણવડની ફૂલકું નદી બે કાંઠે વહેતી થઈ છે. ભાણવડનો વર્તુ 2 ડેમ 17 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ પણ મેઘરાજની બેટીંગ યથાવત છે. ત્યારે ભારે વરસાદને પગલે ભાણવડ પંથકના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.


ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલ વેરાળી નં. ૨ ડેમ ઓવરફલો થયો છે. આ પગલે સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તંત્ર દ્વારા કરાયા બંને ગામોને એલર્ટ મોડ પર મૂકી દેવાયા છે. 


પહેલા નોરતે પ્રિયંકા ચોપરા પહોંચી અમદાવાદ, ગ્રાઉન્ડ પર દાંડિયા રાસ કર્યો


તો બીજી તરફ, દ્વારકા જિલ્લાના ખંભાળીયાનો ઘી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થઈ રહેલા અવિરત વરસાદના પગલે ડેમ પાસેના 7 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તરોનાં ગામોને સાબદા કરીને સલામતી રાખવા જણાવાયું છે. દ્વારકામાં ભારે વરસાદથી તમામ રોડ રસ્તાઓ પર પાણી પાણી જ દેખાઈ રહ્યું છે. તો સાથે જ વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરમાં પણ યાત્રિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ યાત્રાધામ દ્વારકાનાં રોડ રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બન્યું છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 136 ટકા વરસાદ વરસ્યો છે. આજે સવારથી રાજ્યના 86 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ભાભરમાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. તો મોરબીના માણીયા મીયાણામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના દિયોરમાં પણ એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 
 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :