હિતલ પારેખ/ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમનો વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી. જેના બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લા પાંચ વર્ષમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હોવાનો દાવો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે.


રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જતો હતો, અને ૨-૩ વાગ્યે પરત ફરતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસન વિભાગની માગણી પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, પ્રવાસન વિકાસને વેગવંતો બનાવવા માટે 19-20માં 401 કરોડની જોગવાઈ અને નવી બાબતો હેઠળ 71 કરોડ મળી કુલ 472 કરોડની જોગવાઇ કરી છે. પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ છેલ્લા પાંચ વર્ષમાં 12 લાખ લોકોએ મુલાકાત લીધી અને 2.30 લાખ લોકોએ રાત્રિ રોકાણ કર્યું છે. રણોત્સવમાં છેલ્લા એક વર્ષમાં એક લાખ પ્રવાસીઓએ રાત્રિ રોકાણ કર્યું અને જેના કારણે 15 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ હોવાનો દાવો પણ સરકારે કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ દાવો કર્યો કે, રણોત્સવને કારણે 81 કરોડની આવક થઈ છે.


ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ


રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને બીચ ફેસ્ટિવલ ગુજરાતની આવકમાં મોટો વધારો થયો હોવાનો દાવો સરકારે કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના દાવા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી સ્થાનિક પતંગ ઉદ્યોગને 1800 કરોડની આવક થવા પામી છે. પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં વિદેશી પ્રવાસીઓ એન.આર.આઈ અને સ્થાનિક મળીને કુલ ૩૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષમાં 38 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશના 1750 પતંગબાજોએ ભાગ લીધો અને 12 લાખ લોકોએ આ પતંગોત્સવ માણ્યો હતો.


ફોઈના ઘરે રજામાં આવેલી મનાલીને અમદાવાદની રાઈડમાં મોત મળ્યું, અંતિમવિધિમાં આખુ ગામ હિબકે ચઢ્યું


મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, 2018માં બીચ ફેસ્ટિવલ ત્રણ સ્થળોએ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 1.71 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત 50 કરોડના ખર્ચે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય સુવિધાઓની કામગીરી પ્રગતિમાં છે અને અત્યાર સુધીના 2.75 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, રાજ્યમાં 352 નોંધાયેલા પ્રવાસન એકમોમા સંભવિત 12,437 કરોડનું મૂડી રોકાણ થશે અને રાજ્યમાં 20 હજારથી વધુ લોકોને રોજગારી ઊભી થનાર હોવાનો દાવો પણ કર્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :