સુરત: સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. આ કોચિંગ સેન્ટરના સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડિંગ બનાવનારા બિલ્ડર હર્ષલ વેકારિયા અને જિગ્નેશ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"217010","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સુરતના ટ્યુશન ક્લાસીસમાં આગમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે. જેમાં 20 વિદ્યાર્થીઓ હોમાયા છે. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓનું સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખો દેશ સ્તબ્ધ છે. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે મૃતક બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો, સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે રોષ જોવા મળતો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...