જાવેદ સૈયદ, અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14  શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દારૂની આઠ બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. હોટલના મેનેજરની પણ સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમદાવાદ: યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, ત્રણ આરોપીની ધરપકડ


રાજ્યમાં અવારનવાર મહેફિલ માણતા નબીરાઓ પકડાયા હોવાના અહેવાલ સામે આવે છે. ત્યારે હાલ નરોડામાંથી 14 વેપારીઓ દારૂની મહેફિલ માણતા નરોડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્યાંથી 6 દારૂની બોટલો અને 7 વાહનો કબજે કર્યા છે. નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી.


વધુમાં વાંચો: નરોડામાં પૈસા ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું, 4 આરોપીઓની ધપરકડ


ઝડપાયેલા તમામ લોકો બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા. ત્યાં તેઓએ દારૂ પાર્ટી યોજી હતી. પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી અને હોટલમાંથી પોલીસે દારૂની 6 બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...