હાર્દિક દીક્ષિત વડોદરા: ઈન્ટરનેટના યુગમાં બાળકો જ્યારે ગેર માર્ગે ભટકી જતા હોય છે ત્યારે યૂ-ટ્યુબ પર વિડીયો જોઈને વડોદરાના 14 વર્ષિય માહીર પટેલે પોતાની પ્રેક્ટિસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનું પોટ્રેટ સ્કેચ બનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગતા – સ્વાગતા માટે અમદાવાદથી માંડી દિલ્હી સુધી ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદમાં ભવ્ય રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની ઇન્ડિયા વિઝીટને ખૂબ મહત્વની ઘટના તરીકે જોવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે વડોદરાના ધોરણ 8માં અભ્યાસ કરતા માહિર પટેલ એ યૂ-ટ્યૂબ પર પેન્સિલ પોટ્રેટ સ્કેચ બનાવતા શીખી અભ્યાસમાંથી સમય કાઢીને ત્રીસ કલાકની મેહનત બાદ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો પોટ્રેટ સ્કેચ તૈયાર કર્યો છે. આ સ્કેચ તૈયાર કરવા પાછળનું કારણ પૂછતાં માહિરે જણાવ્યું હતું કે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમે છે અને રોજ ન્યૂઝમાં ટ્રમ્પ ઇન્ડિયા આવી રહ્યાં છે એના ન્યૂઝ જોવા મળતાં હોય છે. એટલે મને વિચાર આવ્યો કે, વિશ્વના બે મોટા નેતાઓનું પોટ્રેટ સ્કેચ બનાવવું જોઈએ. 


આજના બાળકો સોશિયલ મીડિયાના માધ્યમનો દૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે માહિર યુટ્યુબ પરથી પેઇન્ટિંગ કરતા શીખ્યો એ ખુબ જ નવાઈ પમાડે તેવી વાત છે. આટલી નાની ઉંમરે પોતાના પુત્રમાં વિકસેલી આ કડાને તેની માતાએ પારખી લીધી હતી. જેથી તેમને પોતાના પુત્રને સહકાર આપવાનું શરૂ કર્યું હતું. માહિરના દાદાને પણ નાનપણથી પેઇન્ટિંગનો ખુબ જ શોખ હતો. અને પોતાના પૌત્રની પેઇન્ટિંગ કરવાની કળાને જોઈને તેમના ઉત્સાહનો પાર ન રહ્યો. જેથી દાદાએ પણ અભ્યાસની સાથે સાથે પૌત્રમાં વિકસેલી આ કળા પર પણ ધ્યાન આપવા માહિરને પ્રોત્સાહિત કર્યો હતો.


આમ તો માહિર પોતાની પ્રેક્ટિસ અને કલેકશન માટે જ પેઇન્ટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ જો તક મળે તો અમદાવાદ ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જઈ નરેન્દ્ર મોદી તેમજ ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂ મળી પેઇન્ટિંગ આપવાની ઈચ્છા 14 વર્ષીય માહિર એ વ્યક્ત કરી છે. પરંતુ તેની આ ઈચ્છા હાલ પૂરી થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube