ઝી બ્યુરો/ભાવનગર/સુરત: આજકાલ દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા હોય છે, તેમ છતાં ફાસ્ટ જિંદગીના ચક્કરમાં પોતાના સંતાનો પર નજર રાખી શકતા નથી. ત્યારે આજે સુરત અને ભાવનગરમાં બે મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા સુરત શહેરના હીરાના વેપારીના 14 વર્ષીય પુત્રએ ટ્યુશન થી આવ્યા બાદ આપઘાત કરી લીધો હતો, જ્યારે ભાવનગરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; આ જિલ્લાઓમાં 5 મેગા ITI બનશે, જાણો શું થશે


સુરતમાં 14 વર્ષીય પુત્રનો આપઘાત
સુરત શહેરના હીરાના વેપારીના 14 વર્ષીય પુત્રએ ટ્યુશનથી આવ્યા બાદ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બન્યા બાદ 14 વર્ષીય અયાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં અયાને શા માટે જિંદગીનું છેલ્લું પગલું ભર્યું તે અંગે હાલ ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.


મૃદું અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ ગામડામાં રાત રોકાઈ આવ્યા, ચોમાસામાં ભજિયાં અને..


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સીટી લાઈટ વિસ્તાર ખાતે આવેલા ક્રિશ એન્કલેવમાં રહેતા હીરા વેપારી જીગર વિદાણીની કાર રીપેર કરવા માટે સર્વિસ સેન્ટર ગયા હતા. તે દરમિયાન ઘરમાં તેમનો 14 વર્ષીય પુત્ર અયાન વિધાણી એકલો હતો. અયાન ટ્યુશનથી ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં કોઈ સભ્ય નહોતો. ત્યારે તેણે ઘરમાં આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ બિલ્ડીંગના રહીશો અને સિક્યુરિટી ગાર્ડે આ અંગેની જાણકારી જીગર વિદાણીને આપી હતી અને તાત્કાલિક અયાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો


ભાવનગરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત 
ભાવનગરમાં પણ દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું કરૂણ મોત થયું છે. શહેરના તિલકનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં આ ઘટના બની છે. જ્યાં ચોથા માળેથી રમતા-રમતા પડી જતા બાળકીનું મોત થયું છે. ચાર વર્ષની નિત્યા મારું નામની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ બનાવ બનતા આવાસ યોજનામાં લોકો એકઠા થઇ ગયા હતા અને નિત્યાના મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. 


તમને પણ અસમંજસમાં છો કે ઈંડા વેજ છે કે નોન વેજ? જવાબ જાણશો તો આશ્વર્ય પામશો