પ્રશાંત ઢીવરે/સુરત: ડિંડોલીના સડક સે સરહદ તક ગ્રુપના 14 યુવાનોની સેનામા અગ્નિવીરમાં પસંદગી થઈ છે. આવા યુવાનોને સલામ છે કે જેઓ દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ બનાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ પહેલાં જ ગુજરાતીઓને વેરાઓની મળી ભેટ, 10થી 50 ટકા વધ્યા આ વેરા


સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમા સડક સે સરહદ તક નામનું ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપનો ઉદ્દેશ ભારતી સેનામા સેવા આપી દેશની રક્ષા કરવાનો છે, જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી જાત મહેનત કરતા હોય છે. આખો દિવસ લાઈબ્રેરીમાં અભ્યાસ કરી પોતાના સપના સાકાર કરવા મહેનત કરતા હોય છે. 


એક સમયે ચા વેચતો આસુમલ કેવી રીતે બની ગયો "બાપુ આસારામ", જાણી લો પાખંડીનો ભૂતકાળ


પ્રાઇવેટ જોબ સાથે પોતાના સપના પુરા કરવા ખુબ જ મુશ્કેલી પડતી હોય છે, પણ પરીવારનો અને મિત્રોનો સાથ સહકાર ઍમનો જુસ્સો વધારે મજબુત થતો ગયો અને આખરે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી આજે એમની પસંદગી ભારતી સેનામાં જે નવી અગ્નિવીર યોજના આવી છે. તેમા 14 જેટલા યુવાનોની પસંદગી થયા છે.


પાખંડીને સજા થતાં આ પરિવારે ઘરમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી: દીકરી સાથે થયો હતો આ કાંડ


પોતાના સપના સાકાર કરવા ડિંડોલી સિવાય અન્ય વિસ્તાર માથી આ ગ્રુપમા તૈયારી કરવા આવતા હોય છે. ગરીબ અને મધ્યમવર્ગના યુવાનોની મહેનત રંગ લાવી આજે ગ્રુપ માટે અને ડિંડોલી વિસ્તાર માટે ખૂબજ ગર્વની વાત કહેવાય.