અમિત રાજપુત/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે. તેમ તેમ રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીને પ્રિય એવા કુસ્તીબાજો પણ પોતાની તૈયારીમાં લાગી ગયા છે. કુસ્તીબાજો દ્વારા રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથને રીઝવવા માટેના અને રથયાત્રાની શોભા વધારવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે ગત બે રથયાત્રાઓથી મહિલા કુસ્તીબાજો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
 
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રામાં ભાગ લેતા અખાડિયનો પણ કેવી રીતે પાછળ રહી શકે છે. રથયાત્રામાં અખાડાઓના આકર્ષણનું પણ બહુ મોટુ મહત્વ અને ઇતિહાસ છે. રથયાત્રામાં ૩૦થી વધુ અખાડાઓ જોડાશે અને અંગ કસરતના તેમ જ કલા-કૌશલ્યના અનોખા કરતબો શ્રધ્ધાળુઓ નાગરિકોને બતાવી ગજબનું આકર્ષણ જમાવશે. જીમમાં અને અખાડામાં તાલીમ લઈ રહેલા આ કુસ્તીબાજો તૈયાર છે રથયાત્રા માટે....પ્રતિવર્ષે રથયાત્રામાં પોતાના બોડી શેપ, ચેસ્ટ, ટ્રાયશેપ, બાય શેપથી આ કુસ્તીબાજો લોકોનું ધ્યાન ખેંચતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટની ચૂંટણીમાં કોંગ્રેસના 1 જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય
 
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવિધ અખાડાઓમાં વર્ષોથી અખાડિયનો તરીકે યુવાનો અને પુરૂષો જ કરતબો કરતા જોવા મળતા હતા. પરંતુ હવે છેલ્લા બે વર્ષથી યુવતીઓ પણ અખાડાઓમાં કલા-કૌશલ્ય દર્શાવવા અખાડાઓમાં જોડાઇ રહી છે. આ વર્ષે પણ આઠથી દસ યુવતીઓ અનોખી કલા-કૌશલ્યનું પ્રદર્શન કરશે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ જ્યારે કંસનો વધ કરતા પૂર્વે તેઓ કુસ્તીબાજો સાથે મલ્લયુધ્ધ કરે છે. અને ત્યાર બાદ મામ કંસનો વધ કરે છે. 


મહેસાણાના લીંચ ગામે ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ


ધાર્મિક દંતકથાને ધ્યાનમાં રાખીને જ આ કુસ્તીબાજો ભગવાન જગન્નાથજીના આશિર્વાદ મેળવવા અખાડામાં બોડી બિલ્ડિંગના પ્રદર્શન માટે શરીર કસી રહ્યાં છે. રથયાત્રા દરમ્યાન સૌથી મહત્વના આકર્ષણો પોષણથી સોંયને ઉચકવી, છાતીથી સળિયાને વાળવા, ચક્રદાવ, બાણશૈય્યા, લાઠીદાવ, છાતી પર 70થી 100 કિલોના પથ્થર રાખી હથોડાથી તોડવા, શરીર પર પાટિયું રાખી મોટરસાયકલ ચલાવવી સહિતના જોખમી અને હૃદયના ધબકારા વધારી તેવા કરતબો જોવા મળશે.


9 ધોરણ પાસ 69 વર્ષીય ખેડૂતે બનાવ્યું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ ‘હાઇડ્રોલીક મશીન’




 
કોઈ ભગવાનની ભક્તિ કરીને તો કોઈ ભગવાનની સેવા પુજા કરીને ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે રથયાત્રામાં વર્ષોથી બોડી બિલ્ડિંગના દાવેપેચ દાખવતા આ કુસ્તીબાજો ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રથયાત્રાની સાથે સાથે આજે પણ અખાડાઓ, તેના અખાડિયનો અને તેમના અંગ કસરતના દાવો તેમ જ કરતબોનું એટલું જ આકર્ષણ યથાવત્ રહ્યું છે.