ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ:આજે કોરોનાના કહેર વચ્ચે શહેરમાં ભગવાન જગન્નાથ (Jagannath) ની 144મી રથયાત્રા (Rath Yatra) નિકળવાની છે. ત્યારે વહેલી સવારથી જ તૈયારીઓ થઇ ગઇ છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી (Mangla Aarti) માં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rath Yatra Live: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શરૂ કરી પહિંદ વિધિ, ત્રણેય રથને પહેરાવ્યા પ્રતિકાત્મક માસ્ક


રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ (Pahind Vidhi) કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા (Rath Yatra) પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ (Pahind Vidhi) તરીકે ઓળખવામાં આવે છે.

144 Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રને લઇ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું


પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.


કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ (Pahind Vidhi) કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ (Pahind Vidhi) કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube