અમદાવાદ : શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા આવતીકાલે ભવ્ય રીતે નિકળવાની છે. જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ વખતે કર્ફ્યૂ વચ્ચે રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેના કારણે તંત્રની તૈયારીઓ પણ વધી ગઇ છે. રથયાત્રાના સમય દરમિયાન આ સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે. આ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમને જોડતા 2 બ્રિજ સિવાયનાં તમામ બ્રિજ પણ બંધ રાખવામાં આવશે. તેવામાં નાગરિકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના આ વિસ્તાર નો પાર્કિંગ ઝોન
શહેરના જમાલપુર ચકલા, વૈશ્યસભા, માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, સાંકડી શેરીના નાકે, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, ફુવારા, ચાંદલા ઓળ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, ખાડિયા જૂનો ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, રાયપુર ચકલા, આસ્ટોડિયા ચકલા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન રહેશે. 


BRTS ના આટલા રૂટ રહેશે બંધ
રથયાત્રાના પગલે BRTS ના ઝુંડાલથી નારોલ, નરોડાથી ઇસ્કોન, એસપી રીંગરોડથી એલડી એન્જિનિયરીંગ, આરટીઓ સર્કુલર રૂટ, આરટીઓ એન્ટીસર્કુલર રૂટ બંધ રહેશે. આ ઉપરાંત 3 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. 


AMTS ના 46 રૂટનું ડાયવર્ઝન
શહેરમાં રથયાત્રાના કારણે AMTS ના સંચાલનને પણ અસર પડી છે. 105 રૂટની 483 બસો પર કર્ફ્યૂની સીધી જ અસર થશે. જેમાં 46 રૂટ પરની 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટ ટુંકાવી દેવાયા છે. 2 રૂટ પરની બસો બંધ કરી દેવાઇ છે. 


કલાકોમાં કર્ફ્યૂ વચ્ચે 22 કિ.મીના રૂટ પર રથયાત્રા
અત્રે ઉલ્લેખનીય છે કે,  ગત્ત વર્ષે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે આવર્ષે કોરોના કેસો કાબુમાં હોવાથી રથયાત્રાને શરતી મંજુરી અપાઇ છે. જેના પગલે આ વર્ષે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવા જઇ રહી છે. જો કે સ્થિતી જોતા રથયાત્રા માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત લાવવાનું આયોજન છે. 


10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પરવાગની વગર ચકલુ પણ નહી ફરકે
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન, ખાડીયા પોલીસ સ્ટેશન, કાલુપુર પોલીસ સ્ટેશન, શહેરકોટડા પોલીસ સ્ટેશન, દરિયાપુર પોલીસ સ્ટેશન, શાહપુર પોલીસ સ્ટેશન, કારંજ પોલીસ સ્ટેશન, માધવપુરા પોલીસ સ્ટેશનનાં પ્રેમ દરવાજા ચોકી, શાહપુર દરવાજા બહાર પોલીસ ચોકી, ઇદગાહ ચોકી વિસ્તાર, દાણીલીમડા પોલીસ સ્ટેશનના સંતોષનગર પોલીસચોકી, કાગડાપીઠ પોલીસની એસટી સર્કલ પોલીસ ચોકી તથા બહેરામપુરા પોલીસ ચોકી, સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનનો સમગ્ર વિસ્તારમાં કર્ફૂય જાહેર કરાયો છે. જે રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે. 


નગરજનો આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે
* નરોડાથી મેમ્કો તરફથી આવતા વાહનો મેમ્કો ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બાપુનગર રખિયાલ અમરાઇવાડી તરફના રોડ થઇ અવર જવર કરી શકશે. 
* સોનીની ચાલી તરફથી આવતા વાહનો રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી મેમ્કો તરફથી ડાબી બાજુ વળી ગોમતીપુર મણીનગર દાણીલીમડા તરફ અવર જવર કરી શકશે. 
* નારોલ તરફથી આવતા વાહનો દાણીલીમડા થઇ આંબેડકર બ્રિજ થઇ આશ્રમરોડ તરફ અવરજવર કરી શકશે. 
* આશ્રમરોડ તરફના વાહનો પશ્ચિમના રીવરફ્રન્ટના રોડનો ઉપયોગ કરીને સુભાષબ્રિજ સર્કલથી શિલાલેખ ચાર રસ્તા થઇને શાહીબાગ ડફનાળા એરપોર્ટ તરફ અવર જવર કરી શકશે. 
* પશ્ચિમ રિવરફ્રન્ટ બ્રિજનો ઉપયોગ કરીને આંબેડકર બ્રિજ થઇ દાણીલીમડા, ગોમતીપુર, મણીનગર તરફ અવર જવર કરી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube