દક્ષિણ ગુજરાતના 15 ઇજનેરો ઊંચા પગારની લાલચમાં યુપીની ફ્રોડ કંપનીમાં ફસાયા
દક્ષિણ ગુજરાતના ૧૫ ઇજનેર યુવાનો ઊંચા પગારની લાલચમાં ઉત્તરપ્રદેશના મેનપુરીની કંપનીમાં નોકરી અર્થે ગયા હતા. તેમની પાસે કંપનીના બદલે મલ્ટીલેવલ ચિટ ફંડમાં કામ કરાવી, પગાર ન ચૂકવાતા ચકચાર મચી હતી. સોશિયલ મીડિયાના વોટ્સએપ દ્વારા પરિજનોને આપવીતી જણાવતા નવસારી સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી બાદ યુપી પોલીસ મદદ આવી હતી. જેમાં કંપનીના 2 પ્રમોટરોની અટક કરી નવ જેટલા યુવાનોને છોડવી પરત મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
સ્નેહલ પટેલ/નવસારી: દક્ષિણ ગુજરાતના ૧૫ ઇજનેર યુવાનો ઊંચા પગારની લાલચમાં ઉત્તરપ્રદેશના મેનપુરીની કંપનીમાં નોકરી અર્થે ગયા હતા. તેમની પાસે કંપનીના બદલે મલ્ટીલેવલ ચિટ ફંડમાં કામ કરાવી, પગાર ન ચૂકવાતા ચકચાર મચી હતી. સોશિયલ મીડિયાના વોટ્સએપ દ્વારા પરિજનોને આપવીતી જણાવતા નવસારી સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી બાદ યુપી પોલીસ મદદ આવી હતી. જેમાં કંપનીના 2 પ્રમોટરોની અટક કરી નવ જેટલા યુવાનોને છોડવી પરત મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
દક્ષિણ ગુજરાતના નવસારી, નર્મદા, વલસાડ, તાપી અને ડોલવણ, ગણદેવી સહિતના 15 જેટલા યુવાનો એન્જીનીયરીંગના અભ્યાસ બાદ બેકાર હતા. તે વેળા તેમને ઉત્તરપ્રદેશ સ્થિત મેનપુરીમાં ટાટા ટાયફ કંપનીમાં ઊંચો પગાર મળતો હોવાની મિત્ર વર્તુળ દ્વારા જાણકારી મળી હતી. જેમાં જોબ પ્રાપ્તિ માટે પ્રથમ એકવીસ હજાર રૂપિયા જમા કરાવતા રહેવા જમવા સાથે માસિક 16 હજાર પગારની ઓફર કરાઈ હતી. જે સ્વીકારી યુવાનો યુપીના મેનપુરી સ્થિત જ્યોતિ ઇરાહ રોડ, કેક મેરેજ હોલ પાસે ઘરમાં ચાલતા કાર્યાલય પહોંચ્યા હતા.
અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આરોપ
પરંતુ ત્યાં ટાટા ટાયફ કંપની જેવું કશું હતું નહીં. તેના સ્થાને ગ્લેઝ ટ્રેડીંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની મલ્ટીલેવલ ચીટ ફંડ કંપની હતી. જેમાં એકના નીચે ત્રણ માણસોના જોઇનિંગ કરાવવાના હતા. દરેક પાસે 21,00 લેતાં ચાર માણસોના 84,000 થાય ત્યારે પંદર હજારનો ચેક બનતો હતો. 45 દિવસ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જમવામાં રોજિંદા ચોખા દાળ અપાતા અને ચીટ ફંડમાં ધંધો લાવવા માનસિક-શારીરિક ત્રાસ અપાતો હતો.
ગુજરાત ATSએ માંડવી પાસેથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે બે શખ્સની કરી ધરપકડ
આ સમગ્ર આપવીતી ગણદેવીતાલુકાના દેસાડ ફળિયાના હિરેનકુમાર રાજુભાઈ પટેલે પરિવારજનોને જણાવી હતી. ગામના સરપંચ દીપિકા દિનેશ પટેલએ અગ્રણીઓ સંગાથે નવસારી સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરતાં સાંસદ મદદે આવ્યા હતા. તેમણે યુપી વહીવટીતંત્રને જાણ કરતાં રવિવારે સાંજે યુપી પોલીસે ફ્રોડ કંપનીના પ્રમોટર રવીકાંત તિવારી અને ત્રિપુરેશ પાંડેની અટક કરી હતી. તે સાથે નવ યુવાનોને તેમની જાળમાંથી છોડાવી પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાંથી વતન ગુજરાત મોકલવાની તજવીજ હાથ ધરી છે.
અક્ષરધામ પર હુમલો કરનાર આરોપીનો ખુલાસો, તેનો ભાઇ પણ હતો આતંકી
યુપીમાં ફસાયેલા ગુજરાતના યુવાનોના નામ
1. હિરેન રાજુભાઈ પટેલ, દેસાડ, વાવ ફળીયા, તા.ગણદેવી.
2. આનંદ કિશોરભાઇ થોરાટ, ખુટલી, નિશાળ ફળીયા, તા.કપરાડા.
3. તેજક કિશોર વસાવા, છત્રપુરા, તા.તીલકવાળા, જી.તાપી
4. નિલેશ હીરાભાઈ ગામીત, પાટી, તા.ડોલવણ, જી.તાપી.
5. ધર્મેશ ઉત્તમભાઈ ભોયા, વડખાંમડા, તા.કપરાડા, જી.વલસાડ
6. ચેતન ઉમેશભાઈ રાજપૂત, તા.ગણદેવી, જી. નવસારી.
7. મોનિત ચીમનભાઈ ટંડેલ, ભાટ, ઝાડ ફળીયા, તા.ગણદેવી.
8. કેવિન નરેશભાઈ પટેલ, વાડી, નિશાળ ફળીયા, તા. ગણદેવી.
9. રોનક ચંપકભાઈ ટંડેલ, નાની વાઘરેચ, બીલીમોરા, તા.ગણદેવી.