રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં આમ તો રોજેરોજ ક્યાંકને ક્યાંક તો દારૂ પકડાતો જ રહે છે, પરંતુ 31 ડિસેમ્બરની થર્ટી ફર્સ્ટની પાર્ટીનો સમય નજીક આવે ત્યારે ખાસ દારૂનો જથ્થો પકડાતો હોય છે. 31 ડિસેમ્બરે પાર્ટીના નામે ગુજરાતના અનેક ફાર્મહાઉસિસમાં દારૂની રેલમછેલ થતી હોય છે. ત્યારે 31 ડિસેમ્બર પહેલાં ફરી રાજકોટમાં વિદેશી દારૂ પકડાયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુલ 15.76 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહો વિચિત્રમ!!! આખા બનાસકાંઠામાં તીડનું ઝુંડ ફરી વળ્યું, પણ માત્ર આ એક છોડ પર ન બેસી શક્યું 


કુલ 29.77 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની પણ ધરપકડ કરી છે. વિદેશી દારૂ રાજકોટના નામચીન બુટલેગર ફિરોજ સંધીએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. પાર્ટીમાં દારૂ વેચાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું. ઉલ્લેખનીય છે કે, 15 દિવસમાં રાજકોટ પોલીસે 50 લાખથી વધુ કિંમતનો દારુ મળી કુલ 1 કરોડથી વધુ કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. 


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના પોલીસ વડા તરફથી ગુજરાતની અન્ય રાજ્યોને જોડતી ચેકપોસ્ટ પરથી પોલીસ હટાવી લીધી છે. ત્યારે ગુજરાતના અડીને આવેલા તમામ રાજ્યોમાં દારૂમુક્તિ છે. ત્યારે હવે સરહદો જ ખોલી દેતા ગુજરાતમાં મોટી સંખ્યામાં દારૂ ઘૂસાડનારાઓને ખુલ્લો દોર મળી રહે તેવી શક્યતાઓ સેવાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....