મયુર સંધી/ સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના (Suredranagar) લીંબડી રાજકોટ હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી લકઝરી બસ (Private Luxury Bus) પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં (Accident) 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તમામ ઇજાગ્રસ્તને હોસ્પિટલ (Limbdi Hospital) ખસેડવામાં આવ્યા છે. જો કે અકસ્માતની જાણ થતા પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર જિલ્લાના (Suredranagar) લીંબડી રાજકોટ હાઈવે પર વસ્તડીના પાટીયા પાસે લકઝરી બસ (Private Luxury Bus) પલટી મારી ગઈ છે. સોમનાથથી અમદાવાદ જતી લકઝરી બસને અકસ્માત (Bus Accident) નડ્યો હતો. ખાનગી લકઝરી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ખાનગી બસમાં 50 થી વધુ મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો:- નવસારીમાં ભાજપ કાર્યકર્તા પર તિક્ષણ હથિયારથી હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત


ખાનગી બસ અકસ્માતમાં (Private Bus Accident) 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, અકસ્માતની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી સાથે 108 ની 5 જેટલી ગાડીઓ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube