હિતલ પારેખ/ગાંધીનગર :ભારતમાં અનેક એવા બાળકો છે, જેમને ભણવુ તો છે, પણ ગરીબીને કારણે ભણી શક્તા નથી. આવા લાચાર બાળકો દરેક ગલી, દરેક ગામ, દરેક શહેરમાં છે. જેમનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. પોતાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવા માટે એક કિશોર છેક શિક્ષણ મંત્રીની ઓફિસમાં પહોંચી ગયો હતો. પોતાના તથા પોતાના ભાઈ-બહેનના પ્રવેશ માટે આ નાનકડો બાળક કેટલો જાગૃત છે અને ભારતમાં બાળકોની સ્થિતિ કેવી છે તેની વરવી વાસ્તવિકતા રજૂ કરતો આ કિસ્સો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના આ પાનપાર્લરની ચારેકોર છે ચર્ચા, યુવકો પાન ખાવાનું ભૂલી જાય તેવું... 


વિવેક દાસ નામનો આ કિશોર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહે છે. ધોરણ-10ના આ વિદ્યાર્થીને પોતાના નાના ભાઈ-બહેનની ભવિષ્યની ચિંતા સતાવી રહી હતી. તે પોતાના ભાઈ-બહેનની સારી સ્કૂલમાં ભણતા જોવા માંગે છે. પણ, તકલીફ એ છે કે, દિવસેને દિવસે શિક્ષણ સોના કરતા પણ મોંઘુ થઈ રહ્યું છે, અને બાળકોને સારી સ્કૂલમાં એડમિશન મેળવવુ દોહ્યલુ બની ગયું છે. આવામાં આ વિદ્યાર્થી ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા પહોંચી ગયો હતો. પણ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત બાદ તેમણે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ હોવાથી પોતાની લાચારી વ્યક્ત કરી. તેથી પોતાના ભાઈ-બહેનના કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે આવેલો વિનય દાસ આખરે રાજ્ય સરકારથી નિરાશ થયો, અને કચેરીમાં જ રડવા લાગ્યો હતો.


Pic : જામનગરમાં પાણીના પોકાર વચ્ચે સૌથી વધુ કફોડી હાલત 65 સોસાયટીઓની, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ


અમદાવાદ ના કલેકટર અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના દ્વારા કેન્દ્રીય વિદ્યાલય ને પ્રવેશ માટેની ભલામણ કરવા છતાં પ્રવેશ ન મળ્યો. તેમણે કહ્યું હતું કે, અમે ભલામણ કરી છે, પણ કેન્દ્રીય વિદ્યાલયમાં મેરિટના આધારે જ સિસ્ટમથી જ પ્રવેશ થતો હોય છે. 


[[{"fid":"213118","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"V.JPG","field_file_image_title_text[und][0][value]":"V.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"V.JPG","field_file_image_title_text[und][0][value]":"V.JPG"}},"link_text":false,"attributes":{"alt":"V.JPG","title":"V.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


15 વર્ષના આ કિશોરે આશા રાખતા કહ્યું કે, મારા માતાપિતા નિરક્ષર છે. પણ, મને મારા આ ધક્કાઓ પર એટલો તો ભરોસો છે કે, તેનુ સારુ પરિણામ જરૂર આવશે. મને મારા નાના ભાઈ-બહેનને સારી સ્કૂલમાં ભણાવી આઈએએસ બનાવવા છે. જેથી હું તેમના એડમિશન માટે કેન્દ્રીય વિદ્યાલયમાં ગયો હતો. ત્યાં મને પ્રવેશ મળ્યો ન હતો.