યોગીન દરજી/ખેડા :ખેડાની નડિયાદ પોલીસે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી કરતા નબીરાઓને ઝડપી પાડ્યા છે. નડિયાદ પાસેના દાવલીયા પુરા ગામે કેટલાક યુવકો અને યુવતીઓ રેવ પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જે બાતમી આધારે પોલીસે રેડ કરતા નડિયાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલના પતિ કલ્પેશ ઉર્ફે પીન્ટુ ભાઇ પટેલ સહિત 8 યુવકો અને 7 યુવતીઓ આ રેવ પાર્ટીમાં ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી બિયરની બોટલો, ખાલી વિદેશી શરાબની બોટલો, વાહનો મળી કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે નડિયાદના ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું કે, નડિયાદના દાવલીયા પુરા પાસે કલ્પેશ ઉર્ફે પીન્ટુના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી બાતમી મળી હતી. કલ્પેશ ઉર્ફે પીન્ટુ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ છે. અહીંથી પોલીસે 8 પુરુષ અને 7 મહિલા સહીત 15 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હાલ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. 15 યુવક-યુવતીઓમાંથી કોણે કોણે દારૂ પીધો છે તે હેલ્થ ચેકઅપ બાદ જ સામે આવશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



ફાર્મહાઉસમાંથી શું શું મળ્યું
પોલીસે ફાર્મ હાઉસમાંથી 31,300 હજાર રોકડા, 18 મોબાઈલ, 11 વિદેશી બનાવટની બિયર, ખાલી દારૂની બોટલ તથા લેપટોપ અને વાહનો કબજે કર્યાં છે.


કોની કોની ધરપકડ કરી
કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલ, ચિંતન મહેન્દ્ર પટેલ, હેમંત પ્રફુલ્લ દરજી, હરેશ માનસિંહ ચૌહાણ, પ્રિયેશ જગદીશ પટેલ, મોહંમદ કાશિક મોહંમદ અલી રાજપૂત, મનહરબા ઉર્ફે પિન્કી ડોડીયા, ડિમ્પલ કિશોર કહાર, કાજલ વશરામ પ્રજાપતિ, ગુલનાઝ હુસૈન શેખ, દીપિકા સંજય ત્રિપાઠી, રમીલ ઉર્ફે રેખા મનુ રાવળ, નૂતન ઉર્ફે નીકિતા બિપીન પરમાર