ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ બનતી જઇ રહી છે. તેવામાં સરકાર દ્વારા અલગ અલગ પગલા ઉઠાવાઇ રહ્યા છે. જેના અનુસંધાને હવે હોસ્પિટલો બાદ એમ્બ્યુલન્સની સુવિધા સુધારવા માટે સરકાર દ્વારા બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત કોરોનાકાળમાં દર્દીઓની સેવા માટે નવી 150 એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરીદવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat માં થથરાવતો આંકડો, જેટલા સાજા થાય છે તેના કરતા ત્રણ ગણા સંક્રમિત થાય છે


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને એક અઠવાડિયામાં નવી એમ્બ્યુલન્સ મેળવવા તાકીદ કરી હતી. કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ અંગે જાહેરાત કરી હતી. 


VADODARA: વ્હોટ્સએપ પર યુવકે બાજુ વાળા ભાભીને HI ભાભીજી મેસેજ કર્યો અને પછી...


મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે ચર્ચા કરવામાં આવી છે. એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આજે કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીએ 150 નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube