ઉદય રંજન/ અમદાવાદ: છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી વોન્ટેડ અનમોલ શેઠની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેર ખાતેથી ધરપકડ કરી લીધી છે. રૂપિયા 14 લાખની છેતરપિંડીના કેસમાં અનમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અંદાજિત 1500 કરોડ રૂપિયાનું ફુલેકુ અનમોલ શેઠ દ્વારા ફેરવવામાં આવ્યું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષોથી પોલીસ ચોપડે વોન્ટેટ રહેનારો કૌભાંડી અનમોલ શેઠની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરાતાની સાથે જ ભોગબનનાર લોકોને રાહતનો શ્વાસ આવ્યો છે. પરંતુ રોકાણકારોના રૂપિયા પરત મળશે કે નહીં તેને લઈને મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે. અનિલ સ્ટાર્ચ મિલન ડિરેકરર અનોમલ શેઠ દ્વારા પોતાની કંપનીની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરીને 12 ટકે વ્યાજ સહિત રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી હતી. જેમાં વર્ષ 2015 સુધી તો બરોબર ચાલ્યું પરંતુ ત્યારબાદ રોકાણકારોના પૈસા આવવના બંધ થઈ ગયા હતા અને બાદમાં જ્યારે હોબાળો થયો. ત્યારે અનમોલ શેઠ દ્વારા શેરના ડિવિડન્ટ સ્વરુપે રોકાણકારોને ચેક આપવામાં આવ્યા અને તે ચેક પણ બાઉન્સ થતા રોકાણકારો રાતા પાણએ રોવાનો વારો આવ્યો હતો.


પેથાપુર બાળક કેસમાં સચિન સાથે LCB પહોંચી બોપલ, સ્મિતના જન્મ મામલે સામે આવી આ જાણકારી


કૌભાંડી અનમોલ શેઠની ધરપકડ બાદ આજ રોજ તેના રિમાન્ડ પુરા થતાં નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનિલ સ્ટાર્ચ મિલના અનમોલ માલિક કૌભાંડી અનમોલ શેઠ, અનિસ શેઠ, કમલ શેઠ, અન્ય લોકો સામે મુખ્યમંત્રી પોર્ટલમાં અને ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઇમમાં ગુના નોંધાઈ ચુક્યા છે. મહત્વની બાબત એ પણ છે કે 300 થી પણ વધુ અરજીઓ NCLT કોર્ટના ચોપડે નોંધાઈ ચુકી છે પરંતુ 1500 કરોડના કૌભાંડી એવા અનમોલ શેઠ અને તેમના પરિવારજનોનું પેટનું પાણી સુધ્ધાય હલતું નથી.


પાવાગઢમાં જોવા મળ્યા વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો, મંદિર પરિસરમાં મહિલાની હરકત જોઈ લોકો ડઘાઈ ગયા


હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજેસ્થાનથી અનમોલ શેઠ અને તેની સાથેનો એક વ્યક્તિ શિવપ્રસાદ કાબરની હાલ ધરપકડ કરી લીધી છે અને અનમોલ શેઠની ધરપકડ થતાની સાથે જ અલગ રાજ્યો માથી લોકો ફરિયાદ કરવામાં માટે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી રહ્યા છે. ઉપરાંત વાતો એવી પણ સંભળાઈ રહી છે કે અનમોલ શેઠ દ્વારા ભારત દેશના લગભગ તમામ રાજ્યોમાં કૌભાંડ આચાર્યું છે. કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનમોલ શેઠના કૌભાંડની હારમાળા સર્જાયેલી છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને જો નામદાર કોર્ટ રિમાન્ડ વધુ આપશે તો અનમોલ શેઠની મેરેથોન પુછપરછ આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube