કચ્છઃ નિર્જન સમુદ્રકાંઠે 24 લાખની કિંમતના 16 ચરસના પેકેટ મળી આવ્યા
શેખરણ પીર વિસ્તાર સંવેદનશીલ છે અને ભૂતકાળમાં પણ લેન્ડિંગ પોઈન્ટ તરીકે તેનો ઉપયોગ થઈ ચૂકેલો છે.
કચ્છઃ પશ્ચિમ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છના સમુદ્રકાંઠેથી બીનવારસી હાલતમાં 16 ચરસના પેકેટ મળી આવ્યા છે. જેની માર્કેટ કિંમત આશરે 24 લાખ રૂપિયા છે. કચ્છ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને નિર્જન ટાપુ પર અમુક સંદિગ્ધ પેકેટો દેખાયા હતા. આ જોઈને જખૌ પોલીસ અને પશ્ચિમ SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
નિર્જન સમુદ્રકાંઠે ચરસના 16 પેકેટ બીનવારસી હાલતમાં પડ્યાં હતા. બે પેકેટનું કવર ફાટી ગયું હોઈ અંદર રહેલું ચરસ ઓગળી ગયેલી હાલતમાં પણ જોવા મળ્યું છે. પ્રાથમિક તબક્કે આ પેકેટ લાંબા સમયથી સમુદ્રના પાણીમાં તરતાં હોવાનું અને કાંઠે તણાઈ આવ્યાં હોવાનું અનુમાન છે.
ધમણ મુદ્દે ધમાસાણઃ નીતિન પટેલનો પલટવાર, કહ્યુ- કોંગ્રેસ 'નાદાન' હરકત ન કરે
શેખરણ પીર વિસ્તાર સંવેદનશીલ છે અને ભૂતકાળમાં પણ લેન્ડિંગ પોઈન્ટ તરીકે તેનો ઉપયોગ થઈ ચૂકેલો છે. ત્યારે, આ પેકેટ અહીં કેવી રીતે આવ્યાં તે એક ગહન તપાસનો વિષય છે.પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube