Rajkot: 16 વર્ષના તરૂણને જાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીઓ ફરાર

રાજકોટના (Rajkot) ભાવનગર રોડ પર 16 વર્ષના તરૂણની છરીના ઘા ઝીંકી હત્યા (Murder) કરતા ચકચાર મચી છે. હત્યાની જાણ થતાની સાથે થોરાળા પોલીસ (Rajkot Police) સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટના (Rajkot) ભાવનગર રોડ પર 16 વર્ષના તરૂણની છરીના ઘા ઝીંકી હત્યા (Murder) કરતા ચકચાર મચી છે. હત્યાની જાણ થતાની સાથે થોરાળા પોલીસ (Rajkot Police) સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
થોરાળા પોલીસ (Rajkot Police) સ્ટેશનના પીઆઇ બી.એમ.કાતરીયાના જણાવ્યા મુજબ આજે બપોરના સમયે 16 વર્ષના આયુષ પ્રકાશભાઇ બારૈયા નામના તરુણની છરીના ઘા ઝીંકી 4 થી 5 શખ્સો દ્વારા ચુનારાવાડ ચોકમાં હત્યા (Teenager Murder) નિપજાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી.
આ પણ વાંચો:- રાજ્યમાં રેકોર્ડ બ્રેક મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 7 હજારને પાર
જેના સમાધાન માટે આજે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે આયુષનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોટર્મ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube