રવી અગ્રવાલ/ વડોદરાઃ વડોદરાની કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોગ્રેસના 19માંથી 17 સભ્યોએ જિલ્લા પંચાયત પ્રમુખ પન્નાબેન ભટ્ટને બદલવાની માંગ સાથે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને પત્ર લખ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી કોગ્રેસે જીતી ત્યારથી જ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. જુન 2018માં પન્નાબેન ભટ્ટે પ્રમુખ પદે ચાર્જ સંભાળ્યા બાદ સભ્યોનો અસંતોષ વધ્યો હતો. આ કારણે પ્રદેશ મોવડી મંડળે અસંતોષ ખાળવા માટે સભ્યોને વિવિધ સમિતિઓમાં ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ આપ્યા હતા. જોકે, હવે ફરી પન્નાબેન ભટ્ટ સામે એકસાથે 17 સભ્યોએ બળવો પોકારતાં કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના પાયા ડગમગી ગયા છે. 


જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ, સભ્ય રણજીતસિંહ પરમાર, નીલાબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ મુબારક પટેલ સહિતના 17 સભ્યોએ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને પત્ર લખી કહ્યું છે કે, પન્નાબેન ભટ્ટના બદલે તેમના પતિ દિલીપ ભટ્ટ જાણે પોતે પ્રમુખ હોય તે રીતે વર્તન કરે છે. પન્નાબેનના રાજમાં સભ્યોના વિકાસના કામો થતા નથી. તેમજ ડીડીઓ તેમની સાંભળતા નથી. પ્રમુખ પતિની વધતી દખલગીરીના કારણે પ્રમુખ બદલવાની માંગ કરીએ છીએ. 


21 ફેબ્રુઆરીએ રામ મંદિર નિર્માણનું કામ કોઇ પણ ભોગે ચાલુ કરાશે: ધર્મ સંસદનો મહત્વનો નિર્ણય


જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલે કહ્યું કે, પન્નાબેન ભટ્ટને બદલવા પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે. પન્નાબેન ભટ્ટના રાજમાં વિકાસના કામો થતા નથી. પન્નાબેનની જગ્યાએ તેમના પતિ દિલીપ ભટ્ટ ડીડીઓ પાસે સભ્યોના કામ મંજુર કરાવવા દોડી જાય છે, જેથી ડીડીઓ કામ મંજુર કરતા નથી. 


પન્નાબેન ભટ્ટના પતિ દિલીપ ભટ્ટે કહ્યું કે, તમામ સભ્યોને 34 લાખની ગ્રાન્ટ ફાળવી છે. કોઈને અન્યાય નથી કર્યો. રાજકીય કિન્નાખોરી રાખી એક કે બે સભ્યો બીજા સભ્યોને ઉશ્કેરી રહ્યા છે. હાલમાં તો કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં 36માંથી 13 ભાજપના સભ્યો, 1 ભાજપ સમર્થક અપક્ષ, 3 કોગ્રેસના બળવાખોર, જયારે 19 જેટલા કોગ્રેસના સભ્યો છે. હવે, એક સાથે 17 સભ્યોએ બળવો પોકારતા કોગ્રેસ માટે જિલ્લા પંચાયતમાં શાસન બચાવવું ચિંતાનો વિષય બની ગયો છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...