Gujarat Corona Case Update: ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં 55 સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 38 કેસ, સુરતમાં 28 અને મહેસાણામાં 11 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં ગઈકાલે (ગુરુવાર) નોંધાયેલા 186 કેસ બાદ આજે નવા કેસમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વીતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર બાદ વધુ 285 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ 12,77,768 સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા નોંધાયો છે.
છેલ્લી સ્થિતિ મુજબ, હાલ રાજ્યમાં કોરોનાના કુલ 1396 એક્ટિવ કેસ છે. જે પૈકી 7 દર્દીની હાલત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. આ સિવાય અન્ય 1389 દર્દીઓની હાલત સ્થિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય સુરત જિલ્લામાં 28, વડોદરામાં 38, મહેસાણા જિલ્લામાં 11, ભરૂચ જિલ્લામાં 9 તેમજ ગાંધીનગર જિલ્લામાં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે.