રાજકોટ : મુસાફરો સાથે સીધો સંપર્ક ધરાવતા એસટીના કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ ન ગણાવી સહાય ન કરતા રાજકોટની લાઇન ચેકિંગ શાખાના બે અધિકારીઓએ સૌરાષ્ટ્રનાં પાંચ ડિવીઝનના મૃત્યુ પામેલા 18 કર્મચારીઓનાં પરિવારને સહાય માટે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે. સરકારનાં વિરોધમાં મુકેશસિંહ જાડેજા નામના કર્મચારીએ મુંડન કરાવીને વિરોધ સાથે મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઇન ફાળામાં 1 લાખ રૂપિયા એકઠા થઇ ચુક્યા છે. જો કે તે અપુરતી જણાતા હવે બસસ્ટેન્ડ પર પેટી મુકાઇ છે. રાજકોટ એસટી ડિવીઝનના લાઇન ચેકિંગ સ્ટાફના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેક્ટર મુકેશસિંહ જાડેજા અને આર.પી સોલકીએ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, જામનગર અને અમરેલી વિભાગમાં કોરોનાથી મૃત્યુ પામતા કર્મચારીના પરિવારને ઓછામાં ઓછી 10 હજારની સહાય કરી શકાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. 


લાઇન ચેકિંગના અધિકારી મુકેશસિંહ જાડેજાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 100તી વધારે એસટી કર્મચારીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી છે. એસટી કર્મચારી કોરોના સંક્રમિત થાય તેને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણ કર્મચારી મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપી છે. ગત્ત 7 મેથી ઓનલાઇન ફાળો ઉઘરાવવાનું શરૂ કરતા એક અઠવાડીયામાં 1 લાખ એકઠા થયા છે. જો કે હવે ડિવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મુકવામાં આવી છે. જેમાં એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલે 1100 સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યા છે. સરકારને વિનંતી છે કે, એસટીના કર્મચારીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube