ચેતન પટેલ/સુરત :સુરત (Surat) શહેરમાં ગાંજા માફિયા (Drug dealers) હવે મોટી સંખ્યાંમાં ગાંજો ઓરિસ્સાથી મોકલી રહ્યાં છે. આ માટે ટ્રાન્સપોર્ટના વિવિધ રસ્તાઓ પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ગાંજો રેલવે દ્વારા સુરતમાં ઘૂસાડાતો હતો. પરંતુ આ વખતે તેઓએ રેલવેનો નહિ પણ, ગાંજો સપ્લાય કરવા રોડનો ઉપયોગ કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા દબાણ વધતા ગાંજા માફિયાઓએ હવે રોડના માધ્યમથી સુરતમાં ગાંજો લાવવાનું શરૂ કર્યું છે. જેની બાતમી મળતા જ એસઓજી (SOG) પોલીસે બે લોકોને 300 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 18.18 લાખ રૂપિયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીમારીના નામે ચાલતા ગોરખધંધાનો ખુલાસો: તબીબ-લેબ સંચાલકની Audio Clip વાયરલ


સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી કે, સુરતમાં મોટી માત્રામાં ગાંજો આવી રહ્યો છે. તેથી આ ગ્રૂપે અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલી શિરડી ધામ સોસાયટીમાં એક મકાનમાં રેડ પાડી મકાનમાંથી 300 કિલોનો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ગાંજો 18.18 લાખનો હતો. ગાંજા સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 


ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ 2 દિવસોમાં વરસશે વરસાદ 


આમ તો સુરત રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ગાંજો ઓરિસ્સાથી આવતો હતો. સપ્લાયર ટ્રેનથી ગાંજો મોકલતા હતા. પરંતુ રેલવે પોલીસનું દબાણ વધતા ટ્રકમાં ઓરિસ્સાથી ગાંજો લાવીને એક મકાનમાં સંતાડી દેવાયો હતો. મકાનમાંથી કાતિક ઉર્ફે સલમાન ગંગાધર સ્વાઈ અને સાગર ઉર્ફે બુટુ જગા બિલ્વાલની ધરપકડ કરવામા આવી છે. જ્યારે રાજુ નામનો શખ્સ ફરાર થઇ જતાં તેને એસઓજીએ વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં કાર્તિક ઉર્ફે સલમાન ગાંજાનો મુખ્ય સપ્લાયર છે અને તે આ મકાનમાં ગાંજાનું ગોડાઉન બનાવી છૂટકમાં નાના સપ્લાયરોને વેચાણ કરી દેતો હતો તેવું સુરત ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube