અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. વટવા સહિત સમગ્ર પૂર્વ અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ત્યારે વટવાનાં સદાની ધાબા નજીકથી પસાર થતી કેનાલ નજીક બે યુવકો વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં બંન્ને વચ્ચેની માથાકુટ ઉગ્ર થતી જોઇને હાજર રહેલા ત્રીજા એક મિત્રએ બંન્નેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બંન્નેની માથાકુટમાં ત્રીજા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બંન્નેને છોડાવવા પડેલા યુવકને ગળાનાં ભાગે છરીના ઘા મારીને તેને રહેંસી નાખવામાં આવ્યો હતો.


અમદાવાદ: યુવતીએ રિવરફ્રન્ટમાં પડતું મુક્યુ, બચાવવા સિક્યુરિટી ગાર્ડ પડ્યો બંન્નેના મોત
ફ્લાઇટમાં મુસાફરી કરો છો? આ સમાચાર જરૂર વાંચજો નહી તો તમારી કિંમતી વસ્તુઓ થઇ શકે છે ચોરી
ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપીઓ ફરીર થઇ ગયા હતા. ઘટના બાદ યુવકને ગંભીર સ્થિતીમાં એલજી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને હુમલો કરનારા આરોપીઓને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે.