મુસ્તાક દલ/જામનગર : ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 19 IAS અધિકારીઓના બદલીનાં આદેશ કરાયા છે. ગુરુવારે રાત્રે આ ટ્રાન્સફરના આદેશ છૂટ્યા હતા. જેમાં તાપી, નર્મદા, દ્વારકા, ડાંગ અને મહીસાગર જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આદેશ અંતર્ગત 5 કલેક્ટર, 2 મ્યુનિસિપલ કરમિશનર તથા 5 ડીડીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર તથા જુનાગઢ મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના ટ્રાન્સફર થયા છે. તો જોઈએ કોની ક્યાં બદલી કરાઈ.


  • વન વિભાગના સીસીએફ ડો. મહેશ સિંઘની ટ્રાન્સફર મહેસાણાના યુવીસીએલના એમડી તરીકે થઈ

  • આદિજાતિ વિકાસના સચિવ આર.સી.મીણા બદલી બાદ હવે યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ બન્યા

  • મહેસાણા યુજીવીસીએલના એમડી પી.સ્વરૂપની બદલી આદિજાતિ વિકાસ, ગાંધીનગરના સચિવ તરીકે થઈ

  • જામનગરના મ્યુ. કમિશનર આર. બી. બારડની બદલી કરીને તેમને મહીસાગરના કલેક્ટર બનાવાયા

  • એસ.એ.પટેલ જામનગરના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર

  • દેવભુમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર જે. આર. ડોડીયાની પણ બદલી, હવે તેઓ આદિજાતિ વિકાસના ડો.સેક્રેટરીનો ચાર્જ સંભાળશે

  • નરેન્દ્ર કુમાર મીણા દેવભુમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત કલેકટર

  • દેવભુમિ દ્વારકા જિલ્લાના ડીડીઓ આર.આર.રાવલની પણ બદલી, હવે તેઓ ગાંધીનગરમાં ડીડીઓનો ચાર્જ સંભાળશે

  • મનીષ કુમાર દેવભુમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત ડીડીઓ બન્યાં

  • તાપી વ્યારાના કલેકટર N.K ડામોરની ડાંગ-અહવાના કલેકટર તરીકે બદલી 

  • જામનગર મ્યુનિસિપલ કમિશ્નર R.B બારડની મહીસાગરના કલેક્ટર તરીકે બદલી 

  • નર્મદાના કલેક્ટર R.S નીનામાની તાપી કલેક્ટર તરીકે બદલી 

  • C.E.O & રિહેબિલિટેશન કમિશનર, સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી, વડોદરા & ચીફ એડમિનિસ્ટ્રેટર- સ્ટેચ્યુ ઓફ યુનિટી I.K પટેલની બદલી નર્મદાના કલેકટર તરીકે કરવામાં આવી