અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ AMCએ વધુ નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. અગાઉના 84 પૈકી 4 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે નવા 19 વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યાછે. શહેરમાં હવે કુલ 99 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ બન્યા છે. એક તરફ કોરોના કેસ ઓછા થઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સિવિલમાં ફરજ દરમિયાન થયા કોરોનાગ્રસ્ત, 12 દિવસે મ્હાત આપી ફરજ પર પરત ફર્યા સરલાબેન


[[{"fid":"270849","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટેની આજે બેઠક યોજાઇ હતી. આ બેઠક અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, આઇ.એ.એસ તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થના ડે.મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી વગેરે હાજર રહ્યાં હતા.


આ પણ વાંચો:- 35 લાખના તોડકાંડ મામલે મહિલા PSIને રજૂ કરાયા કોર્ટમાં, 3 દિવસના રિમાન્ડ મંજૂર


હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 84 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. જે પૈકી આજરોજ કરવામાં આવેલી વિસ્તૃત ચર્ચા-વિચારણામાં 4 માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારને દુર કરવામાં આવ્યા છે.


[[{"fid":"270850","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


આ પણ વાંચો:- જિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત


આ ઉપરાંત વિસ્તૃત ચર્ચામાં નવા 19 વિસ્તારમાં નવા કેસ રિપોર્ટ હોવાથી નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, સર્વેની આ કામગીરી દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube