Kutch : સરહદી વિસ્તારમાં ફરી એકવાર મળી આવ્યો ડ્રગ્સનો મોટો જથ્થો
કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફના ક્રિક વિસ્તારમાંથી અનેક વખત કેફી દ્રવ્યોના પેકેટ સીમા સુરક્ષા કરતી એજન્સીઓને મળતા રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર 19 પેકેટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ (coast guard) ની ટીમને મળ્યા છે. બેટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન આ ડ્રગ્સ (drugs) ના પેકેટ મળી આવ્યાનું જાણવા મળ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફના ક્રિક વિસ્તારમાંથી અનેક વખત કેફી દ્રવ્યોના પેકેટ સીમા સુરક્ષા કરતી એજન્સીઓને મળતા રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર 19 પેકેટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ (coast guard) ની ટીમને મળ્યા છે. બેટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન આ ડ્રગ્સ (drugs) ના પેકેટ મળી આવ્યાનું જાણવા મળ્યું છે.
આ વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોને દરિયાના નજીકના કાંઠાના બેટ વિસ્તારમાંથી 19 પેકેટ મળી આવ્યા છે. પેકેટને જખૌ ખાતે લાવવામાં આવ્યાં છે. જ્યાં કોસ્ટ ગાર્ડના અધિકારી વર્ગની હાજરી સાથે પેકેટની તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 3 માસ પૂર્વે કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી પાકિસ્તાનના 8 ઘુસણખોર સાથેના વહાણમાં રૂપિયા 150 કરોડના હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. અને થોડા દિવસ બાદ કચ્છના જખૌ નજીકના કાંઠા વિસ્તરમાંથી પણ કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે પકડાયેલા ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત 30 લાખથી વધુ હોવાનું મનાય રહ્યું છે.
ગુજરાતમાં કચ્છ બોર્ડર મારફતે ડ્રગ્સ ઘૂસાડવાવો સતત પ્રયાસ કરવામા આવે છે. જેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ અહી એલર્ટ બની છે. સતત વધતા કિસ્સાઓને કારણે પોલીસે વોચ વધારી છે, જેથી વધુ ડ્ર્ગ્સ પકડાય છે.