નવી દિલ્હી : આજે પ્રજાસત્તાક દિવસ નિમિતે ગુજરાતી પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન કરવામાં આવશે. જેનાં ભાગરૂપે ગુજરાતનાં કુલ 19 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. બે પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્શિયલ મેડલ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા ગુજરાતનાં બે પોલીસ અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવે અને સીઆઇડી ક્રાઇમ) સમશેરસિંઘ અને સાણંદ ડિવિઝનનાં DYSP કે.ટી કામરિયાને સન્માનિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: 11 બિનકાયદેસર રીતે ઘુસેલા બાંગ્લાદેશીઓની અટકાયત, CAA બાદનો પ્રથમ કિસ્સો
ભારત સરકાર દ્વારા પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર સલામતી શાખાનાં બહાદુરસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક પોલીસ અધિકારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે કુલ 19 મેડલ ગુજરાતનાં ફાળે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube