• મંગળવારે યુવતીએ સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી

  • યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. તેમજ યુવતી પાસેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં 19 વર્ષીય કબડ્ડી પ્લેયર અને યુવતીએ આપઘાત કર્યો છે. સયાજીપુરા વિસ્તારમાં રહેતી યુવતી પર મિત્રએ જ દુષ્કર્મ કરતાં તેણે આઘાતમાં આવીને  આપઘાત કર્યો છે. લક્ષ્મીપુરામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીએ તેના ત્રણ મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી હતી. યુવતીએ આપઘાત કરતા પહેલા પોતાની આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ગુરુવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બપોરે તેના પરિવારજનોને જાણ થતા તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી. હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે, આ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હતું. 


આ પણ વાંચો : અનલોક ગુજરાતમાં આજથી બગીચા-મંદિર-જીમ ખૂલશે, શહેરોની રોનક પાછી આવશે 


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે સયાજીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. સાથે જ તે કબડ્ડી પ્લેયર પણ હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી. જેના બાદ નશાની હાલતમાં યુવતીએ ભાન ગુમાવ્યું હતું. જેથી તેના મિત્ર દિશાંત કહારે આ સમયનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીને આ વાતની જાણ થતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દુષ્કર્મની ઘટના બાદ તે આઘાતમાં આવી ગઈ હતી. તેણે પોતાની મિત્રને પણ આ વાતની જાણ કરી હતી. જેથી તેણે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. તેના બાદ શુક્રવારે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. 


આ પણ વાંચો : અનલોક અમદાવાદમાં બગીચા ખૂલ્યા, રિવરફ્રન્ટ-કાંકરિયા ખૂલતા જ નાગરિકો પહોંચ્યા


આપઘાત પહેલા વીડિયો બનાવ્યો 


યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. તેમજ યુવતી પાસેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે, પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. 


લક્ષ્મીપુરા પોલીસે યુવતીના બંને મિત્રો દિશાંત કહાર અને નઝીર મિર્ઝાની ધરપકડ કરી છે. જોકે, બીજી તરફ પિતાએ ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.